________________
૩૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય મકરાજની પુત્રી માદ્રીની સાથે પણ લગ્ન કર્યા. ભીમ તથા ધૃતરાષ્ટ્રના પ્રત્યે પાંડુરાજા ખૂબ જ પ્રેમ રાખતા હતા, તે બંને જણ પાંડુના કલ્યાણમાં જ આનંદ માનતા હતા, વસંતઋતુ આવી, કેયાએ મધુરગાન ગાયાં, પાંડુરાજા પિતાની પત્નીઓ સાથે વસંતના ભેગોના ઉપભેગા કરવા લાગ્યા, છએ ઋતુઓમાં આનંદને ઉપભેગ કરતા, કેઈ વખત મહેલમાં, તે કઈ વખત ઉદ્યાનમાં, કોઈ વખત વાપીઓમાં, કોઈ વખત પર્વત ઉપર પણ પિતાની સ્ત્રીઓ સાથે વિલાસ સુખાનુભવ કરતા હતા.
પ્રથમ સગ સમાપ્ત: