________________
૩૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય વિચાર કરવા લાગી, વનદેવતાઓને કહેવા લાગી કે જન્માંતરમાં પણ મારા પતિ પાંડુરાજા થાય” આ પ્રમાણે કહી જ્યારે તેણીએ પોતાના ગળામાં ફાંસી નાખી એટલામાં જ હાથમાં તલવાર લઈને રાજા દોડી આવ્યો, તેના ગળાને ફાંસે તલવારથી કાપી નાખે, રાજાએ પિતાની ગાદમાં કુંતીને સુવાડીને વસ્ત્રથી હવા નાખી, ચૈતન્ય પ્રાપ્ત કરાવ્યું. રાજાના સ્પર્શથી તેણીનું શરીર રોમાંચિત બની ગયું. કુંતીએ રાજાની તરફ જોયું. તે તેના કંકણોમાં પાંડુનું જ નામ લેવામાં આવ્યું. તેણીને વિશ્વાસ આવ્યો કે આ પોતે જ પાંડુરાજા છે, રાજાએ સ્નેહરાગભરી દ્રષ્ટિથી કુંતીની તરફ જોયું. એટલામાં ધાત્રી ત્યાં આવી પહોંચી. કુંતીને પાંડુરાજાના આતિથ્યની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું. કુંતીએ કહ્યું કે માતાજી ! જે ઉચિત હોય તે આપ જ કરો, ધાત્રીએ તે બંનેના ગાંધર્વ લગ્ન કરાવ્યા, અને પાંડુરાજાને કહ્યું કે યાદવેન્દ્રની આજ્ઞા વિના મેં આપ બંનેના ગાંધર્વ લગ્ન કરાવ્યા છે. માટે હે રાજન ! આપ જરૂરથી આનું દષાન રાખશે. આ પ્રમાણે કહીને ધાત્રી બહાર ચાલી ગઈ ત્યારે તે દંપતી સ્નેહને અનુસાર સ્વચ્છન્દપણે કીડા કરવા લાગ્યા.
રાત્રી એક ક્ષણની જેમ પસાર થઈ ગઈ, પ્રાતઃ કાળમાં જ ધાત્રીએ પાંડુરાજાને વિદાય કર્યા, મુદ્રિકાના પ્રભાવથી રાજા પિતાના નગરમાં આવી ગયે, તે વખતે સૂર્યનારાયણ પૂર્વ દિશામાં પોતાની સ્વારી લઈ ને પુરઝડપે.