________________
સર્ગઃ ૧૪ ]
[૩૯૭ છે કેમકે આપના જમાઈ કંસને મારી નાખી તે વખતે તેઓ ત્યાંથી ભાગી છૂટયાં હતા. તે વખતે તેઓ આપની સેના સાથે યુદ્ધ કરતા તો તેમનું નામનિશાન પણ રહેત નહિ. તે વખતે આપને બળવાન અને પિતે નિર્બળ છે. તેમ સમજીને ભાગી જવામાં જ તેણે પિતાનું કલ્યાણ માન્યું હતું. હમણું તેઓ સમુદ્રની નજીકમાં દેવ નિર્મિત દ્વારકા નગરીમાં બિરાજમાન છે.
અનેક સુભટ પુત્રી તથા નેમિકુમારની સહાયતાથી, તમારી સાથે યુદ્ધ કરવાની યેગ્યતાવાળા છે. તેઓ બળથી, નીતિથી આપણાથી અધિક છે. માટે તેમની સાથે યુદ્ધ કરવું તે સારું નથી. આ૫ યુદ્ધના વિચારને ત્યાગ કરે નહિતર વિજય તેમને છે. અને પરાજય આપને છે.
સમકના વચન સાંભળીને ક્રોધથી લાલ આંખેવાળા જરાસંઘે કહ્યું કે સમક! તું સમજ્યા વિના શા કારણે શત્રુનું વર્ણન કરે છે? કયાં હું અર્ધ ભરતાધિપતિ? અને કયાં સમુદ્રના કાચબા જેવો તે ગોપ? શું સિંહની સામે શિયાળના ગુણગાન ગાતાં તને શરમ નથી આવતી? હમણાં હું ગેપાળને મારી નાખી પૃથ્વીને નિષ્ફટક બનાવી દઉ છું. આ પ્રમાણે સમકની નિંદા કરતે જરાસંઘ પિતાની સેનાને સનપલ્લી મેદાનમાં જવા માટે આજ્ઞા કરતો હતો..