________________
૩૮૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય અવશ્ય જ્યલમી તમને વરમાળા પહેરાવશે. અશ્વત્થામાના વચનોથી શેકને છેડી વિજયની ઈચ્છાથી શલ્યને સેનાપતિ બનાવ્યું. હંમેશાં આશા બળવાન હોય છે..
- ત્યારબાદ કૃતવર્મા, કૃપાચાર્ય, અશ્વત્થામા, શકુની વિગેરેની સાથે શલ્યરાજાને આગળ કરી પ્રાતઃકાળમાં દુર્યોધન મેદાનમાં આવ્યું. વિજ્યની ઈચ્છાથી મહાબાહુ યુધિષ્ઠિર પણ યુદ્ધક્ષેત્રમાં આવ્યા. તે વખતે માથા વગરના ધડના નૃત્ય વડે ભયંકર યુદ્ધ થયું. નશ્વર એવા શરીરથી મેં ઉજવળ યશ પ્રાપ્ત કર્યો છે. આ પ્રમાણે વિચારીને ધડ તલવાર લઈને નાચતા હતા. નકુલે બાણથી કૌરવસેનાને વ્યાકુળ બનાવી દીધી, નકુલના બાણોએ શત્રુસેનાના સૈનિકોના હૃદયમાં પેસીને શત્રુઓને મુખ મલીન બનાવી દીધા. નકુળના બાણથી આકુળવ્યાકુળ બનેલી કૌરવસેનાને જોઈ કોધિત બનેલા શલ્યરાજા નકુલની તરફ દોડયા. અને તેમણે પિતાના બાણથી પાંડવસેનાને જર્જરિત બનાવી દીધી. જેથી પાંડવસેના યુદ્ધ છેડીને ભાગવા લાગી.
પાંડવસેનાને ભાગતી જોઈ કૃષ્ણ યુધિષ્ઠિરને હાક મારી અને કહ્યું કે શત્રુથી મરાતી સેનાની ઉપેક્ષા કેમ કરે છે? સુષ્ણની સામે શલ્યરાજાને મારવાની પ્રતિજ્ઞા કેમ ભૂલે છે? તમારી પ્રતિજ્ઞા પુરી કરવાને માટે તે અર્જુન શલ્યરાજાની ઉપેક્ષા કરે છે. તમે જલ્દીથી ઉત્સાહમાં આવી શલ્ય રાજાને યમરાજના ઘરને અતિથિ બનાવે