________________
૩૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય વાત કહી, તે વખતે કુંતીને કપિલભાગ રોમાંચિત થયો હિતે, આંખે નિનિમેષ હતી, પ્રેમથી કોરકની વાતે સાંભળતી હતી, તેના શરીરમાં ધ્રુજારી હતી.
પાંડુરાજા એકાએક કામદેવના પાંચે બાણથી હણાયા, તેમને કોઈ કામમાં આનંદ નહોતે, તે કયાંય સ્થિરતા અનુભવી શકતા નહોતા, કપૂર, ચંદન આદિ શીતલપદાર્થો પણ દાહક લાગતા હતા, શાંતિ માટે ઉપવનમાં ગયા ત્યાં તેણે એક “ખેરીના ઝાડની સાથે લેખંડના ખેલાથી જડાયેલ અત્યંત દુઃખી અને સુંદર માનવીને જે, લોખંડને ખીલે તેના શરીરમાંથી ખેંચી કાઢ, તે માનવી મૂર્શિત થઈને જમીન ઉપર ઢળી પડે, પાંડુરાજા ચંદનાદિ શીતપચારથી તે માનવીને શુદ્ધિમાં લાવ્યો, ત્યારબાદ પાંડુરાજાએ પૂછ્યું કે હે મહાભાગ! આપ કોણ છો? તમારી આવી સ્થિતિ કેમ થઈ? ત્યારે તેણે કહ્યું કે હે રાજન ! વૈતાઢય પર્વતના આભૂષણરૂપ હેમપુર' નામનું નગર છે. હું તે નગરને રાજા વિશાલાક્ષ નામને વિદ્યાધર છું. હું સ્વેચ્છાવિહાર કરવાની ઈચ્છાથી - જમીન ઉપર આવ્યો, આ વનરાજી જોઈ રહ્યો હતે,
મારા શત્રુઓએ આવી મારી આ દશા કરી છે. આપે અમારા પ્રાણની રક્ષા કરી છે. માટે મારી દરેક વસ્તુઓ 'ઉપર આપને અધિકાર છે. આપ આદેશ આપે તે કામ કરવા તૈયાર છું. રાજાએ કુંતી વિષેની પોતાની વાત કહી બતાવી.