________________
૩૬૦ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
વ્યુહમાં પ્રવેશ કર્યાં. એકલા અભિમન્યુએ લાખા સૈનિકાને મારી નાખ્યા. અભિમન્યુના મણેાથી ઘણા શત્રુ સૈનિકે વ્યથા અનુભવવા લાગ્યા. શલ્ય, કૃપાચાય, દ્રોણપુત્ર, કૃતવર્મા, દુર્ગંધન વિગેરે વીરપુરૂષ અભિમન્યુના ખાણાને સહન કરી શકયા નહિ. તેની ઉપર ખાણુ ચલાવતા અભિમન્યુએ તીખાણેાથી લક્ષ્મણ વિગેરે ઘણા કુમારેને મારી નાખ્યા. ત્યારબાદ કૌરવસેનાના નાયકાએ અભિમન્યુને દૃ ય સમજીને જેમ ઘણા કુતરાએ ભૂંડની ઉપર તૂટી પડે છે તેવી રીતે અભિમન્યુની ઉપર એક સાથે તે અધાએ માણુની વૃષ્ટિ કરી, તા પણ તેએ અભિમન્યુને જીતી શકયા નહિ. ત્યારબાદ કણે અભિમન્યુના ધનુષ્યને તાડી નાખ્યું. કૃપાચાર્યે તેના સારથિને મારી નાખ્યા, કૃતવર્માએ તેના રથને ભાંગી નાખ્યા. તે પણ અભિમન્યુ તલવાર લઇને પહેલાંની માફક યુદ્ધ કરવા લાગ્યા. પરંતુ અશ્વત્થામાએ બાણથી તેની તલવારને ભાંગી નાખી. ચક્રથી યુદ્ધ કરતા અભિમન્યુએ ગદા વડે દુઃશાસનના પુત્રના રથ ભાંગી નાખ્યા. દુઃશાસનના પુત્ર સાથે જ્યારે અભિમન્યુ યુદ્ધ કરી રહ્યો હતા ત્યારે બધા ચાન્દ્રાએ એક સાથે ખાણ વરસાવી રહ્યા હતા. સૈનિકેાના બાણેાથી જર્જરિત શરીરવાળા અભિમન્યુ જ્યારે જમીન ઉપર ઢળી પડયા. ત્યારે નિજ દુઃશાસનના પુત્રે તેનું માથુ તલવારથી કાપી નાખ્યું. તે વખતે આકાશમાં દેવતાએ એક સાથે અભિમન્યુની પ્રશંસા કરવા લાગ્યા. અને કૌરવપક્ષની નિંદા કરવા લાગ્યા. તે વખતે અર્જુનપુત્ર