________________
સર્ગઃ ૧૨]
1 [૩ર૩ કૃષ્ણ મહારાજાએ પણ પ્રસ્થાન કર્યું. પુત્ર બાંધવે, વસુદેવ તથા સેનાઓ સહિત સમુદ્રવિજય રાજા પણ કૃષ્ણની સાથે ચાલ્યા. સમાન ઉંમરવાળા કામદેવ સમાન સુંદર કુમારની સાથે દિવ્ય અલંકારોને પરિધાન કરી નાના પ્રકારના શસ્ત્રાસ્ત્રથી સુસજિજત રથમાં બેસીને નેમિકુમાર પણ ચાલ્યા. તે વખતે પવન અનુકુળ હતો. હાથી ગર્જના કરતા હતા. ઘેડાએ હર્ષમાં આવી હણહણતા હતા. તે વખતે કૃષ્ણ તથા યુધિષ્ઠિરની સેના ગંગાજમનાની જેમ ભેગી થઈને યુદ્ધસાગરને મળવા માટે જઈ રહી હતી. એક સાથે ચાલતી બને સેનાઓ વીરતા અને નીતિની જેમ શોભવા લાગી.
ચારે તરફ શંખ, ભેરી વિગેરે વાદ્યો વાગવા લાગ્યા. રાજાઓના રથની ધ્વજાઓ અનુકુળ પવનથી પ્રેરાઈને વિજયલક્ષ્મીને ખેંચતી ફરકતી રમણીય લાગતી હતી. ઠેકાણે ઠેકાણે નગરીની સ્ત્રીઓ અબીલગુલાલ કંકુ પુપોથી વધાવતી હતી. યુધિષ્ઠિર તથા કૃષ્ણ નગરના ગોપુરદ્વાર પાસે આવ્યા ત્યાંથી નીકળીને સેના લવલી, સુપારી, પુન્નાગ, નાગવલ્લીના વનથી શુભતા કેતકી, કેળ, તાડ, નારીએળીથી વિભૂષિત અનેક રત્નથી ભરપુર લવણસમુદ્રને કિનારે આવી. સમુદ્રના કિનારા ઉપર સેના આનંદથી વિહાર કરવા લાગી. મેટા મોટા વેપારીઓએ અનેક દેશમાંથી લાવેલી વસ્તુઓ ભેટ તરીકે કૃષ્ણ તથા યુધિષ્ઠિરને આપી. સેનાની સાથે સમુદ્રના મોજા પણ જોરથી ઉછળતા