________________
સર્ગઃ ૧૧ ]
[૩૧૫ દુર્યોધનને છોડીશ તે નિરાશ થઈ જશે, માટે મને યુધિષ્ઠિરના પક્ષમાં આવવા માટે આગ્રહ કરશે નહિ. પરંતુ આપ માતાને કહેશે કે હું અર્જુન સિવાય ચારે પાંડવોને નહિ મારૂં. આ યુદ્ધમાં હું મરીશ અથવા અર્જુનને મારીશ. તેને તે બેમાંથી એકના મૃત્યુ બાદ પણ પાંચ પુત્રો રહેવાના છે.
ત્યારબાદ કર્ણને વિદાય કરી પિતે પાંડુરાજા પાસે આવી પિતાના આગમનનું પ્રયોજન તથા દુર્યોધનની નિર્લજજતા વિગેરે કહ્યું, પાંડુરાજાએ કહ્યું કે પાંડવોને કહેજે કે તમે લેકે કાતરનું કામ નહિ કરતા, વિરોધીઓ સંબંધી હોય તો પણ તેમને વિનાશ કરે આવશ્યક છે, ફરીથી કૃષ્ણને કહ્યું કે તમારી સહાયતાથી પાંડે અવશ્ય વિજય પ્રાપ્ત કરશે.
કૃણે કહ્યું કે રાજન ! આપના પુત્રોને જ વિજય થવાને છે તેમાં કોઈ શંકા નથી, તમારા પુત્રની ક્ષમાએ શત્રુઓને બચાવી લીધા છે. મારી સાથે તમે પણ દ્વારકા ચાલો, કારણ કે આપના વિયાગથી પાંડવો દુઃખી થાય છે. પાંડુરાજાએ કહ્યું કે જ્યારે તેઓ વિજય પ્રાપ્ત કરશે ત્યારે જ હું તેમનું મુખ જોઈશ માટે તમે દ્વારકા જાઓ, શ્રીકૃષ્ણ દ્વારકામાં આવી યુધિષ્ઠિરને બધી વાતો કહી, કૃષ્ણના વચનો સાંભળી પાંડ આનંદમાં આવી ગયા, અને સેનાની તૈયારી કરવા લાગ્યા.
અગીઆરમ સર્ગ સંપૂર્ણ