________________
સર્ગઃ ૧ ]
[૨૮૭ સેનાઓની સાથે બે તરફથી પસાર કરીને વિરાટરાજાના ગેધનને લુંટી લઈએ. એક તરફ આક્રમણ કરવાથી વિરાટરાજા સેનાને લઈ લડવા આવશે, તેજ વખતે બીજી તરફથી આક્રમણ કરવાથી પાંડવો જે ત્યાં હશે તો છુપા રહેશે નહિ. જે પાંડવો આવશે તો મારી સેના તરત જ તેમને મારી નાખશે. આ પ્રમાણે વિચારીને દુર્યોધને ચતુરંગી સેના સહિત પ્રસ્થાન કર્યું. તે જ વખતે અન્યાચને જોવા માટે અસમર્થ એવો સૂર્ય પણ અસ્તાચળે પહોંચી ગયો. - દુર્યોધનની સેનાઓથી ઉડતી ધૂળ વડે નદીએના નીર ખરાબ થઈ ગયા. પ્રતિકુળ પવન ચાલતો હતે. શીઆળવાં વિચિત્ર અવાજ કરવા લાગ્યા.
- જ્યારે દ્રોણ કર્ણ વિગેરેની સાથે દુર્યોધન વિરાટ નગરની પાસે આવી પહોંચ્યો, ત્યારે વિરાટરાજા સેના લઈને દુર્યોધનની સામે લડવા આવી પહોંચ્યા, તેજ વખતે ગોવાળોએ આવીને પિકાર કર્યો કે દુર્યોધનને સહાયક સુશર્મા રાજા ગાનું હરણ કરીને દક્ષિણ તરફ લઈ જાય છે. માટે આપ લોકો ગાયનું રક્ષણ કરવા માટે દે. ગાયનું રક્ષણ સૌથી પ્રથમ કરવું જોઈએ. આ પ્રમાણે વિચારીને વિરાટરાજા સેના લઈને દક્ષિણ દિશામાં ચાલ્યા. અર્જુન સિવાય ચાર પાંડે પણ વિરાટરાજાની સાથે ચાલ્યા. સહદેવે શમીવૃક્ષ ઉપરથી શાને લાવી ભાઈઓને આપ્યા, જ્યારે વિરાટરાજા ચાલ્યા ત્યારે તેમની સેના દ્વારા ઉડતી ધૂળથી ચારે દિશાઓ અંધકાર સમાન