________________
૨૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
મને કાઈ સન્તાન ન નહિ હાવાથી હું તેને લેવા માટે ગયા, મનમાં વિચાર આવ્યેા કે આ આળક ' સુજાત હશે કે કુજાત' ત્યાંજ આકાશવાણી થઈ કે હું નાવિક! આ બાળક રત્નપુરના રત્નાંગ નામના એક રાજાની રત્નવતીરાણીનુ છે. ઈર્ષાથી કેાઈ વિદ્યાધર તેનું અપહરણ કરીને અહીંઆ મૂકી ગયા છે. તેનું લગ્ન હસ્તિનાપુર નરેશ શાંતનુરાજાની સાથે જ થશે. મેં તેને ઘેર લાવી સંતાન વિનાની મારી પત્નીને આપી. અને તેણીનુ નામ સત્યવતી રાખ્યું.
મારી પત્નીએ તેનું લાલનપાલન કરીને મેાટી કરેલ છે. મારી પોતાની પુત્રી નથી, આવી દેવાંગના જેવી કન્યાના પિતા તરીકે મારા જેવી સાધારણ વ્યક્તિ કયાંથી હાઈ શકે ? કલ્પલતા તેા મેરૂપર્યંત પર જ થાય, નહિ કે મરૂભૂમિમાં ? આકાશવાણીથી શાંતનુ રાજા તેના પતિ થશે, તે નક્કી હતું. પરંતુ આપની પિતૃભક્તિને જોવા માટે જ મેં આપના પિતાજીને ‘ના' કહી હતી. આ પ્રમાણે કહીને નાવિકે સત્યવતીને ભીષ્મ સાથે જવાનુ કહ્યું. ભીષ્મ માતા સત્યવતીને લઈ હસ્તિનાપુર આવ્યે.
રાજાને વિદ્યાધરા દ્વારા આ વાતની પ્રથમ જ ખાર પડી ગઈ હતી એટલે તે ખૂબ જ આનંદમાં હતા, ભીષ્મે આવી સત્યવતી. રાજાને સુપ્રત કરી, રાજાએ ભીષ્મની ખૂબ જ પ્રશંસા કરીને કહ્યું કે પિતાજીના આદેશનું પાલન ફરનાર પુત્ર પણ વિરલ જ હાય છે.