________________
[પાંડવ અત્રિ મહાકાવ્ય સાંભળી દ્રૌપદીને ખુબ જ ફાધ થયે, તેણીએ કહ્યું કે નીચ દૂતી ! તારી વાત હું સમજું છું, કીચક મરવા માટે જ મારા હાથને સ્પર્શ ઈચ્છી રહ્યો છે, શું સિંહણના સ્પર્શથી શિઆળ જીવતું રહી શકે છે? મારા પતિને કીચકની વાતની માહિતી મળી જશે તો કીચક જીવતે પણ નહિ રહી શકે. આ પ્રમાણે કહીને જ્યારે દ્રોપદીએ તે દૂતીને ધક્કા મારીને બહાર કાઢી ત્યારે ઉદાસ બનીને કીચકની પાસે આવી બધી વાત કહી સંભળાવી. જ્યારે શામ, દામ વિગેરે અનેક ઉપાયથી પણ દ્રૌપદી માની નહિ ત્યારે તે દુષ્ટ કીચકે એક દિવસ એકાન્તમાં બળજબરીથી તેને હાથ પકડ, ક્રોધથી દ્રૌપદીનું મુખ લાલઘુમ જેવું થઈ ગયું. તેની નિંદા કરતી દ્રૌપદી ભાગી ગઈ. ચાલી જતી દ્રૌપદીને કીચકે પાછળથી લાત મારી.
રડતી દ્રૌપદી સીધી રાજસભામાં ગઈ, તેણીએ રાજાને કહ્યું કે હવે હું કેનું શરણ ગ્રહણ કરૂં? રાજન!
જ્યારે તમારા જ સંબંધી આ પ્રમાણે અન્યાય કરે છે તે સાધારણ લોકે તે કાંઈપણ કરવું હોય તે કરી શકે છે.
સત્યવાદી અતિશય પરાક્રમી પાંચ ગાંધર્વ જેના પતિ છે. મને અનાથ માની મારી પીઠમાં કીચકે પગનો પ્રહાર કર્યો છે, મારા પતિ અહિઆ નથી, જે તેઓ હોત તે માટે સ્પર્શ કરનાર કીચકને મારી નાખે હેત.
ક્રોધથી કીચકને મારવાને માટે ભીમ ઉઠવા લાગ્યું. તે જ વખતે યુધિષ્ઠિરે ઈશારે કરીને અટકાવ્ય સંબંધી