SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય પાચે માટે ધૂમકેતુ બનશે. આ પ્રમાણે કહીને જયદ્રથ ચાલ્યા ગયે, અને ભીમ અર્જુન પણ દ્રૌપદીને લઈ યુધિષ્ઠિરની પાસે આવ્યા. - એક દિવસ પાંડવોની પાસે નારદજી આવ્યા, પાંડેએ ભક્તિભાવથી તેમને પ્રણામ કર્યા. ભીમે નારદજીને પૂછ્યું કે આપ હમણાં કયાંથી પધારો છે? ખુશી થઈને નારદજીએ કહ્યું કે અહિંથી ગયા બાદ દુર્યોધને શું કર્યું છે તે કહેવા માટે હું હમણું અહિં આવ્યો છું. ભીમે હસીને કહ્યું કે મુનિરાજ ! દુર્યોધન અહિંથી કેવી રીતે ગે? અને ત્યાં જઈને તેણે શું કર્યું? નારદજીએ કહ્યું કે દુઃશાસનના ખભે હાથ રાખીને દુર્યોધન જ્યારે અહિંથી ગયા ત્યારે રસ્તામાં ભાઈઓના શરીરમાં સાંકળની શંખલાઓના ઘા જોઈ ખુબ જ દુ:ખી થયે. અર્ધા રસ્તે એક ઝાડ નીચે દુઃશાસને દુર્યોધનને બેસાડયે એટલામાં કર્ણ પણ ત્યાં આવ્યું, અને દુર્યોધનને ખુબ જ આશ્વાસન આપતા કહેવા લાગ્યું કે ચિત્રાંગદના પંજામાંથી છુટવું તે સામાન્ય બાબત નથી. દુર્યોધને કહ્યું કે સુતપુત્ર! તને તે જન્મથી જ અપમાન સહન કરવાની ટેવ પડી ગઈ છે. માટે તારા માટે નવી કોઈ વાત નથી પરંતુ જીવનમાં પ્રથમવાર અપમાનિત થવાથી મને તે જીવવું પણ નકામું થઈ પડ્યું છે. વળી તેણે કહ્યું કે ચિત્રાંગદના બંધન કરતાં પણ અર્જુન દ્વારા થયેલા છુટકારાનું દુઃખ મને વધારે છે. કણે કહ્યું કે આટલા માટે દુખી થવાની
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy