________________
સદર ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય અને હું તેમની આજ્ઞા લઈને મારા નગરમાં જઈ રહ્યો છું. નારદજી હસતાં હસતાં મને કહ્યું કે ચિત્રાંગદ! બંધુઓ સહિત તારા ગુરૂને મારવા માટે દુર્યોધન જઈ રહ્યો છે. હમણું તેને પ્રતિકાર નહિ કરે તે પછીથી તારે શેક કરવો પડશે એટલામાં મારા અનુચરોએ આવી મને કહ્યું કે દુર્યોધને આપના કીડાવનને નષ્ટ કરી નાંખ્યું છે, ક્રોધથી મેં તેની સાથે યુદ્ધ કરી તેને પકડી બાંધી રાખે છે. - અર્જુને કહ્યું કે ચિત્રાંગદ ! ભાનુમતીના વિલાપથી દુઃખી થઈને રાજાએ દુર્યોધનને છોડાવાને આદેશ આપ્યો છે, તે બંનેની વાતો સાંભળી દુર્યોધન ખુબ જ દુઃખી થયો. ચિત્રાંગદ પાસેથી દુર્યોધનને છોડાવી ચિત્રાંગદની સાથે અર્જુન યુધિષ્ઠિરની પાસે આવ્ય, વિમાનમાંથી ઉતરીને બધાએ યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. દુર્યોધન યુધિષ્ઠિરને પ્રણામ કરવાની ઈચ્છા રાખતા હતા પણ વિદ્યાધર, દુર્યોધનને ખેંચી યુધિષ્ઠિરની પાસે લઈ આવ્યું.
રાજાએ પ્રેમથી દુર્યોધનને આલિંગન કરીને કહ્યું કે ચિંતા કરવાની વાત નથી. શું તેજસ્વીઓને પણ બંધન નથી હોતા ? સૂર્યરાંદ્રને પણ રાહુનું ગ્રહણ હોય છે. રાજાએ સત્કાર કરીને ભાઈઓ સહિત દુર્યોધનને વિદાય કર્યો. દુર્યોધન મનમાં દુઃખી થતું હતું, રાજાએ ચિત્રાંગદ તથા ચંદ્રશેખરને સત્કાર કરીને વિદાયગીરી આપી. ત્યારબાદ પિતાના ભાઈઓની સાથે યુધિષ્ઠિર સુખપૂર્વક રહેવા લાગ્યા.