________________
સર્ગ મ ]
[૨૪૫ ખુશી થયે. રાક્ષસેના બને છેદતો અર્જુન એકને બદલે હજારે અર્જુન સમાન દેખાવા લાગે. અર્જુનના બાણથી
જ્યારે શત્રુઓને નાશ થયે નહિ. અને તે બધા એક સમુહ બનીને યુદ્ધ કરવા લાગ્યા ત્યારે અને ઉત્સુકતાથી ચંદ્રશેખરને પિતાનો રથ પાછો હઠાવવા માટે કહ્યું ત્યારે ચંદ્રશેખરે કહ્યું કે કૌન્તય ! ઈદ્રને આ રથ પાછળ હઠ નથી, હું માનું છું કે શત્રુઓનું ભાગ્ય પ્રબળ છે. માટે આપ યુદ્ધમાંથી રથને પાછો હઠાવવાની ઈચ્છા
ખે છે ! અર્જુને કહ્યું કે વખત ન લગાડે હું હાથ જોડીને કહું છું કે રથને જલ્દીથી પીછે હઠા.
અર્જુનની વાત સાંભળી દુઃખી બનેલા રાંદ્રશેખરે રથને પાછો હઠાવ્યું. અર્જુનને પાછો હઠત જોઈને શત્રુએએ ગર્જના કરી. અને દ્રોણાચાર્ય પાસેથી આપવામાં આવેલ મંત્રનું સ્મરણ કરીને તે લોકોના પ્રાણ લેનાર બાણોને છોડયા. વજથી જેમ પર્વત તૂટી પડે છે. તેમ અજુનના બાણેથી બધા શત્રુઓ એક સાથે મરી ગયા. અજુનના મસ્તક ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ ચંદ્રશેખરે અર્જુનની પ્રશંસા કરી.
સારથિએ આકાશમાર્ગથી નજીક આવતા ઈન્દ્રને જોઈ અર્જુનને કહ્યું કે ઈન્દ્ર આવી રહ્યા છે. રથમાં બેઠા બેઠા જ અને ઈન્દ્રને અભિવાદન કર્યું. ઈન્ડે પિતાનું વિમાન નીચે ઉતારી અર્જુનને બેસા. નેહપૂર્વક અજુનને ભેટી પડયા. અને અર્ધા આસને બેસાડી ઈન્દ્ર