________________
સઃ મે]
[૨૩૩ જુઓને મામા કેરને પ્રગ, લાક્ષાગૃહ દાહ, વિગેરે તમામ પ્રયોગ કેવી રીતે નિષ્ફળ ગયા હશે? હિડંબ, અક, કિર્મોર વિગેરેને મારવાથી પાંડવોની કીર્તિ ત્રણે લેકમાં નૃત્ય કરવા લાગી છે. આ વ્યાધિ મને સતાવી રહી છે. તમે આ વ્યાધિને પ્રતિકાર જલદીથી દૂર કરવાને માગ બતાવે ! | દુર્યોધનના મનદુઃખને દૂર કરતા શકુનીએ કહ્યું કે રાજન! આપ પાંડવોને મારવાની ઈચ્છા રાખે છે તે તમે માની લે છે કે તેઓ યમરાજાના મહેમાન બની જ ગયા, જ્યાં આગીઓ અને ક્યાં સૂર્ય. બંનેની તુલના. કોણ કરી શકે? એવી રીતે જ્યાં તમે? અને ક્યાં પાંડવે? આપે બાહુબળથી જે સામ્રાજ્યની પ્રાપ્તિ કરી છે. તેને સોમે ભાગ પણ પાંડ પાસે ક્યાં હતું, જે અભિમાની રાજાએ યુધિષ્ઠિરની આજ્ઞામાં આવ્યા ન હતા તે રાજાઓએ પણ આપની આજ્ઞાને સહર્ષ સ્વીકાર કર્યો છે. તમારા ત્યાં અનુપમ હાથી ઘોડા રથ તથા પાયદળ છે. તમારી સેનાની બરાબરી કરી શકે તેવી સેના જગતમાં કેની છે? અંધકારને દૂર કરનાર કિરણે સૂર્ય સિવાય કોની પાસે હોય છે ? તમારી લક્ષ્મીની સફળતા ત્યારે જ માની શકાય કે જ્યારે પાંડવે તે લક્ષ્મીને જુએ. કારણ કે મિત્ર અને શત્રુ બંનેથી દેખાએલી સંપત્તિ જ સંપત્તિ કહેવાય છે. આપ કુળને જેવાના અહભે દ્વૈત વનમાં જાવ. આપની સંપત્તિ જોઈને