________________
સઃ બે ].
[૨૩૧ સુરંગ દ્વારા કયાંય નીકળી ગયા છે, આ લકે બેટે વિલાપ કરી રહ્યા છે.
* ત્યારબાદ કુતુહલ દ્રષ્ટિથી મેં ત્યાં જઈને જોયું તે તે મૃતકો આપના જેવા જ હતા. જોઈને હું ચિંતામાં પડે. મને લાગ્યું કે ધુમાડાના ફેલાવાથી સુરંગદ્વારને નહિ જોઈ શકવાથી મારા સ્વામિ પાંડ બળી ગયા તા. ગયા નહિ હોય ને! અથવા જંગલના દુઃખનું સ્મરણ કરીને પોતે જાતે જ બળી તો ગયા નહિ હોય ને? કારણ કે ભવિતવ્યતા અનુસાર પણ બુદ્ધિ પણ બદલાઈ જાય છે. આ પ્રમાણે પ્રત્યક્ષ આપના મૃતકને જોઈ મેં નિશ્ચય કર્યો અને હું પણું રડવા લાગ્યું.
ત્યાંથી હસ્તિનાપુર જઈને જ્યારે મેં આપના મૃત્યુના સમાચાર આપ્યાં તો એક દુર્યોધન સિવાય સંપૂર્ણ નગરને મેં દુઃખી જોયું. જ્યારે એકાંતમાં રાજાપાંડુ તથા વિદુરજીએ મને પૂછ્યું ત્યારે મેં નજરે જોએલી તમામ હકીકત કહી સંભળાવી. તેઓ સાંભળીને તરત જ બેભાન થઈ ગયા. મારા ઉપચારથી જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે વિલાપ કરવા લાગ્યા કે વત્સ! તમને દુષ્ટ અગ્નિએ કેવી રીતે બાળી નાખ્યા? અમારી શિખામણ પણ તમે. ભુલી ગયા ! ત્યારબાદ વિદુરજીએ પાંડુરાજાને ખૂબ જ સમજાવ્યા અને કહ્યું કે આર્ય ! આપ શેકને છેડી દે અને ધીરજને ધારણ કરે. એક જ વખતમાં દુષ્ટના બધા જ મનોરથ પૂરા કેવી રીતે થવાના છે! પ્રિયંવદા