________________
રવ૬ ]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય એટલામાં સુમાત્ર નામના અનુચરે મનુષ્યનું મસ્તક બનાવી નીચે નાખ્યું. તે માણસે બકરાક્ષસને મારી નાખ્યા, ત્યાર આદ મહાબલકુમારે પિતાના વૈરીને મારવાનો નિર્ણય કર્યો, પરંતુ દેવીએ નિષેધ કર્યો, હે કુમાર ! તમે જઈને મહાપુરૂષ પાંડવોની પાસે વાત કરે, તમારે વિનય ગુણ તેમને બતાવે. તેમને પિતા તુલ્ય માને. તે તને પુત્રતુલ્ય માનશે, એ પ્રમાણે દેવીની આજ્ઞાથી અમે અહીં આવ્યા છીએ.
ભીમે તે રાક્ષસોને કહ્યું કે તમે લોકો મનુષ્ય વધ નહિ કરવાની પ્રતિજ્ઞા કરે, બકપુત્રે મનુષ્યને નહિ મારવાનો નિયમ લીધે, રાજા યુધિષ્ઠિરે “બકના સામ્રાજ્ય ઉપર તેના પુત્રને અભિષિકત કર્યો, એકચકા નગરીના રાજાના આમંત્રણથી સબાન્ધવ રાજા યુધિષ્ઠિરે મહાબલના વિમાનમાં બેસીને સુસજિજત તે નગરમાં પ્રવેશ કર્યો, નગરની સ્ત્રીઓ ખૂબ જ અનુરાગથી ભીમની તરફ જેવા લાગી, ત્યાંના રાજાએ વિનયપૂર્વક આગ્રહથી પાંડવોને પિતાના રાજભવનમાં લાવી ખૂબ જ સ્વાગત કર્યું. પાંચ છ દિવસ ત્યાં રહીને યુધિષ્ઠિરે મહાબલને સત્કાર કરી તેના પિતાની રાજધાનીમાં મોકલી દીધો, તે પ્રમાણે આનંદથી પાંડેએ એક દિવસની જેમ અનેક મહીનાઓ વિતાવ્યા.
સાતમે સર્ગ સમાપ્ત: "