________________
૨૧૨ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
આવી છું; આ પ્રમાણે કહીને હિંડખાએ આકાશ માર્ગે દ્રૌપદી સહિત ઉડીને પાંડવેને દ્રૌપદીની ભેટ આપી, હિંડખાની સહાયતાથી પાંડવા નદીઓ, પહાડા, જગàાને વટાવી આનદપૂર્વક રહેવા લાગ્યા.
પાતાના ઉપર હિડંબાનું ઘણું ઋણ છે તેમ માની દ્રૌપદી તથા કુંતીએ હિડંબાને કહ્યું કે ભદ્રે ! તારા ઘણા ઉપકારી છે. આ અવસ્થામાં અમે તારા ઉપર શું ઉપકાર કરી શકીએ ? તેા પણ તું તારી મનપસંદ વસ્તુની માંગણી કર, કે તે વસ્તુ અમે તને આપીને મનમાં સ ંતાષ પામીએ.
હિડ બાએ કુ તીને કહ્યું કે હું રાક્ષસી છું જ્યારે આપ પાંડવાના માતા છે, મારાથી આપના ઉપર શું ઉપકાર થઈ શકવાના છે. માતાજી ! દરિદ્ર માણસ ચક્રવતિ ઉપર ઉપકાર કરી શકવાના નથી, તા પણ. મારા મનના મનોરથ આપને બતાવું છું કે દેખતાંની સાથે જ આપના પુત્ર ભીમની સાથે મનથી હું વરી ચૂકેલી છું. જેથી આપ એવુ કાર્ય કરે કે તેઓ મારા સ્વિકાર કરે, અને હુંમેશને માટે હું આપની દાસી બનીને રહું. તેની વિનંતિ સાંભળીને કુંતીએ દ્રૌપદી તરફ દ્રષ્ટિ કરી, પ્રત્યુપકારની ભાવનાવાળી દ્રૌપદીએ પ્રસન્નતાથી કહ્યું કે મારા પ્રાણથી પણ અધિક તેનું પ્રિય કરવાની ઈચ્છા રાખું છું. ત્યારબાદ તેના કહેવાથી ભીમે હિડ’ખાની સાથે લગ્ન કર્યાં, તેણીએ વિદ્યાથી