________________
૨૦૨]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય આપ આજ્ઞા આપે, હું શત્રુની છાતી ફાડી નાખીને તરત જ પાછો આવું છું; અને ભીમના મતનું અનુકરણ કર્યું. બંને ભાઈઓને ક્રોધાયમાન જાણીને યુધિષ્ઠિરે નીતિના વચને દ્વારા શાંત પાડયા, અને કહ્યું કે આપણે અહીંયાથી સુરંગ ખોદાવવી, અને જ્યાં સુધી સુરંગ. તૈયાર ન થાય ત્યાં સુધી સાવધાનીથી અહીંયા રહેવું. જ્યારે આગ લગાડશે ત્યારે સુરંગ દ્વારા બહાર નીકળી જઈશું. લોકો તે એમ જ માનશે કે પાંડ આગમાં બળીને મરી ગયા, વળી લોકો પણ આપણી શોધખોળ કરતા મટી જશે, દુર્યોધન પણ સમજશે કે મારી પ્રપંચ લીલામાં પાંડે બળી ગયા, તેથી તે ખૂબ જ આનંદમાં, રહેશે, આપણે આગ લાગે ત્યારે તિવનમાં નીકળી જઈએ, તેવી સુરંગ તૈયાર કરાવવી જોઈએ, માટે સુરંગ ખોદવાવાળાની શોધખોળ કરવી જોઈએ. યુધિષ્ઠિરના આ પ્રમાણેના વચને સાંભળી પ્રિયંવદ છે, મારી સાથે આપના કાકા વિદુરજીએ આ “શુકન” નામના સુરંગ ખોદવાવાળાને મોકલાવેલ છે. યુધિષ્ઠિરે વિદુરજીના વિશ્વાસ માનીને “શુકનને સુરંગ ખોદવાની આજ્ઞા આપી. દિવસે નગરની બહાર કામ કરતો “શુકન” રાત્રીના યુધિષ્ઠિરના નિવાસ સ્થાનમાં આવી ધીમે ધીમે સુરંગ ખોદતે હતે. ભીમની પથારી નીચે સુરંગનું દ્વાર બનાવી તેણે પિતાનું કાર્ય પૂર્ણ કર્યું. અને રાજાને વાત કરી, હવે પાંડે સતત સાવધાની પૂર્વક રહેવા લાગ્યા, દરરોજ ભીમ ઘોડા ઉપર બેસીને નગરની ચારે તરફ જોયા કરતો હતો