________________
સર્ગ : ૭મ ]
[૧૯ જતી વખતે પાંડુ રાજાએ રડતાં રડતાં યુધિષ્ઠિરને કહ્યું કે વત્સ! તમે સહકુટુંબ જંગલમાં કેવી રીતે ભ્રમણ કરશે, તમારા વિના હું કેમ રહીશ? ચન્દ્ર વિનાના સમુદ્રના જેવી મારી હાલત છે. પરંતુ તારૂં વચન મિથ્યા ન થાય તેટલા માટે જ નગર તરફ જાઉં છું. કુશળતાથી પાછા આવી તારૂં મુખ દર્શન કરાવજે, પાંડુરાજાએ પિતાની આંગળી ઉપરથી વિદનહર રત્નમય વિંટી કાઢીને યુધિષ્ઠિરની આંગળીમાં પહેરાવી દીધી, તેની પ્રાપ્તિ અને પ્રભાવ કહી સંભળાવ્યા, કુંતીને કહ્યું કે દેવી ! પુત્રોની ઉપર ધ્યાન રાખજે, આ પ્રમાણે કહીને વિદુરજીની સાથે પાંડુરાજા નગર તરફ ચાલ્યા.
માતાજી! દિવસ રાત તમે પિતાજીની સેવા કરજે, એમ કહી યુધિષ્ઠિરે માદ્રીને પાંડુરાજાની સાથે જવા કહ્યું. માદ્રીએ પણ નકુળ, સહદેવને કહ્યું કે તનમનથી ભાઈઓની સેવા કરજે, કહીને પાંડુની સાથે માદ્રીએ ગમન કર્યું.
ત્યારબાદ નાગરિકોને સાથે લઈને યુધિષ્ઠિર જ્યારે આગળ ચાલ્યા, ત્યારે કૃષ્ણ તે બધાને પગપાળા ચાલવાને માટે “ના” કહી, કૃષ્ણનું કહેવું માનીને હાથી-ઘોડા–રથ વિગેરે વાહનોમાં આરૂઢ થઈને બધા જ નાસિક નગરમાં આવ્યા, ત્યાં માતા કુંતી દ્વારા બનાવાયેલી ચંદ્રપ્રભા પ્રભુની માણેકની પ્રતિમાજીની પાંડેએ સુંદર વિકસિત પુષ્પ વડે પૂજા કરી, આનંદ અનુભવ્ય, શ્રીકૃષ્ણ પણ