________________
સર્ગઃ ૧ ]
[૧૧. છતાં દયાળુ યુવકે પ્રસ્થાપનાસ્ત્રથી રાજાના સારથિને ઉંઘાડી દીધો. રાજાએ પણ ક્રોધિત થઈને યુવક ઉપર બાણ. ચલાવ્યું. પરંતુ બળવાન એવા યુવકે વચ્ચે જ બાણ કાપી નાખ્યું. રાજાને ખિન્ન થયેલો જોઈને રાજસૈનિકોએ ચારે તરફથી યુવકને ઘેરી લીધે, તે વખતે મૃગના ટેળામાં ઉભેલા સિંહ સમાન તે બાળક શોભાયમાન લાગતું હતું, પિતાની આજુબાજુ ઉભેલા રાજસૈનિકોને જેઈ યુવાને ચારે તરફ બાણની વર્ષા ચલાવી. તે રાજસિનિકે મૃગલાની જેમ ભાગવા લાગ્યા, રાજા ધનુષ્ય ઉપર બાણ ચઢાવી જ્યાં યુવાન ઉપર છોડવા જાય છે ત્યાં જ યુવાનના બાણથી રાજાના ધનુષ્યની દોરી કપાઈ ગઈ સિંહ સમાન વિજયી યુવાન તરફ આક્રાન્ત થયેલા રાજાની સ્થિતિ વિષાદથી વ્યાકુલ બની ગઈ અને મુખ શ્યામ થઈ ગયું.
રાજાની મલીનતા દૂર કરવા માટે ઉત્સુક ન હોય, તેવી રીતે પિતા પુત્રની વચ્ચે ગંગા” આવીને પુત્રને કહેવા લાગી, હે વત્સ! આ તે કેવું તારું અભિમાન છે, કે તું તારા પિતાની સાથે યુદ્ધ કરે છે. આશ્ચર્યચકિત બની તે યુવાને કહ્યું હે માતા ! હું તો વનમાં રહું છું તે. આ મારા પિતા કેવી રીતે ? હે વત્સ ! આ તારા પિતા હસ્તિનાપુરનરેશ રાજા શાન્તનું છે. મારા ના કહેવા છતાં તેઓએ મૃગયા (શિકાર) છોડયો નહી ત્યારે તું બાળક હતો, ત્યારે જ હું તને લઈને પિતાજીના ત્યાં