________________
સ: છો]
[૧૮૯ સારા પતિ જુગારમાં તેને હારી ગયા છે. માટે રાજા દુર્યો. અને પ્રેમથી તને બોલાવે છે. જે તે સીધી રીતે નહિ. આવે તે હું તને પકડીને લઈ જઈશ, દ્રૌપદીએ કહ્યું કે આજે હું રજસ્વલા છું, એક વસ્ત્રી છું. માટે સભામાં કેવી રીતે આવી શકું? વળી હું પૂછું છું કે રાજા પતે હારી ગયા બાદ મને દાવ ઉપર મૂકી છે કે પહેલાં મૂકી હતી? જે પિતે હારી ગયા પછી મને દાવ ઉપર મૂકી હોય તે તે વ્યાજબી નથી. કારણ કે જ્યાં રાજા પિતે જ પરતંત્ર બની ગયા હોય તે પછી મને દાવમાં મૂકવાનો તેમને કેઈ અધિકાર નથી. પ્રાતઃકાળમાં સૂર્યથી, પરાજિત થયેલે રજનીનાથ (ચંદ્રમા) રજનીનાથ રહે તે જ નથી.
દ્રૌપદીના પૂછવાથી દુઃશાસને કહ્યું કે વાચાલિ! તું આવે છે કે નહી ? આ પ્રમાણે બેસીને તેણીના વાળ, પકડીને ખેંચી. દ્રૌપદી બોલી કે રે પાપી ! નીચ !. ઘુંઘટથી આચ્છાદિત મારા મુખને આજ સુધી કોઈએ જોયું નથી, તે પણ તું મને આ તરફ ગુરુજનોની, સામે કેમ લઈ જાય છે?
આ પ્રમાણે રડતી દ્રૌપદીને ખેંચીને દુઃશાસન દ્રિોપદીને સભામાં લાવ્યા, તે વખતે બધા સજજને દ્રોપદિીની દશા જોઈને લેકો યુધિષ્ઠિરની જ્ઞાન-ધર્મ–ન્યાયશાન્તિ વિગેરેની અવહેલના કરવા લાગ્યા. તે વખતના લોકેના નેત્રજલથી નવી વર્ષાઋતુને પ્રારંભ થયે, તે