________________
સર્ગ છ3
[૧૭છે વિનંતિનો સ્વિકાર કરી તેને પ્રત્રજ્યા આપી, તેને સાથે લઈને વિહાર કર્યો.
. એક દિવસ હરિમિત્ર નામના પૂર્વ પરિચિત બ્રાહ્મણ રાજાને મલી ચંદ્રયશા રાણીની પાસે ગયે, રાણીએ વિદર્ભરાજ તથા પોતાની બહેન પુષ્પદંતીની કુશળતા પૂછી, તેણે કહ્યું કે બધા આનંદમાં છે. પરંતુ નલદમયંતીની તેમને ખૂબ જ ચિંતા જ છે, આશ્ચર્યચક્તિ રાણીએ નલરાજાના સમાચાર પૂછયા, ત્યારે તેણે કુબેરની સાથે જુગારથી માંડીને વનમાં દમયંતીના ત્યાગ સુધીની વાતો કહી સંભળાવી, ત્યારબાદ તેણીના કેઈ સમાચાર નથી, તેણીના સમાચાર સાંભળી રાજા ભીમ તથા પુષ્પદંતી રાણુ બધા મૂચ્છિત બની ગયા, મૂચ્છ ઉતર્યા પછી ભીમરાજાએ પુત્રી તથા જમાઈને શોધવા માટે મને મોકલ્યા છે. દરેક જંગલ, દરેક ગામ, નગરમાં ફરતાં ફરતાં મને દમયંતી જોવામાં આવી નથી. એટલે હું આ ભૂમિમાં આવ્યો છું. તે બ્રાહ્મણની વાત સાંભળી ચંદ્રયશા રેવા લાગી, તેણીએ નલરાજાની નિંદા અને દમયંતીની પ્રશંસા કરી, એક દિવસ તે બ્રાહ્મણ જ્યારે ભેજન લેવા દાનશાળામાં ગયો, ત્યારે તેણે ત્યાં દમયંતીને જોઈ, ખૂબ જ રાજી થયો, તેને પગે લાગ્યું, અને કહ્યું કે દેવી ! બધે ફરતાં ફરતાં આજ મેં આપને જોયા છે. ત્યાંથી તે બ્રાહ્મણ ચંદ્રયશા દેવીની પાસે આવ્ય, રાણીને વધામણી આપી, સાંભળીને રાણી દાનશાળામાં આવી, ૧૨