________________
સિર્ગ : છો]
[૧૬૩ તમામ અંગે જોઈ, તેની જ સામે નિંદા કરવા લાગ્યું.
આ જગતમાં નિર્દય-નિર્લજજ-નિક સત્ત્વશાળી દુરાત્માએમાં સર્વથી પહેલો નલરાજા છે. જેણે પિતાની સૂતેલી પત્ની દમયંતીને ભરજંગલમાં મધ્યરાત્રિએ નિદ્રાવસ્થામાં છોડી દીધી છે. ખરેખર તે વખતે નલરાજા ભસ્મ કેમ ન થઈ ગયે?
તે બ્રાહ્મણની વાતો સાંભળી નલરાજાની આંખમાંથી આંસુઓ પડવા લાગ્યા, નલરાજાએ તે બ્રાહ્મણને પૂછયું કે આપ કોણ છે? અને કયાંથી આવે છે ? દુષ્ટ નલરાજાને વૃત્તાંત આપે કયાંથી સાંભળે છે, વળી નલરાજાએ પૂછયું કે દમયંતીને છોડી દીધાની વાત તો જુની છે. ત્યારબાદ વિરહિણી દમયંતીએ શું કહ્યું?
બ્રાહ્મણે કહ્યું કે દમયંતીને છેડી દઈ નલરાજાના ગયા બાદ રાત્રિના છેલ્લા પ્રહરમાં તેણુએ સ્વપ્ન જોયું. જાણે પોતે પાંદડાથી સુશોભિત, મંજરીઓથી વિભૂષિત, ભ્રમરોથી ગુંજીત, ફળોથી ભરપુર, આંબાના ઝાડ ઉપર ફલા લેવાની ઈચ્છાથી ચઢી, એક હાથીએ આવીને તે ઝાડને ઉખાડી નાંખ્યું, હું ઝાડ ઉપરથી નીચે પડી ગઈ, સ્વમ પુરૂં થયું. જાગીને જોયું ત્યારે પિતાના પ્રિયપતિ નલરાજાને જોયા નહીં. ત્યારે ભયથી વિદ્ગલ બનીને તેણી ચારે તરફ જેવા લાગી, પતિ નહી મલવાથી તેણીએ વિચાર્યું કે આજે મારું ભાગ્ય પ્રતિકુલ છે. ત્યારે તો મારા પતિએ મને સર્ષથી ભરેલા જંગલમાં એકલી મૂકી દીધી, શું