________________
૧૫૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય છે? પિતાના પુત્ર કરતાં પણ કુબેરને પણ અધિક સાચવ્યું તે જ દીયર આવી રીતે ભાઈ ભેજાઈને જંગલની વાટે કાઢે છે તે તે પણ કયાંથી સુખી થવાનું છે? આ પ્રમાણે નગરજનો બોલવા લાગ્યા.
તે વખતે દમયંતીના ચરણસ્પર્શથી પિતાને પવિત્ર માનતી પૃથ્વી નાગરિકો દ્વારા ઉડતી ધૂળને લઈ આકાશમાં ચાલી ગઈ નગરજને, નગર શ્રેષ્ઠિઓ, મંત્રીઓ વિગેરે તરફથી લાવવામાં આવેલા વાહનને અસ્વિકાર કરીને નલરાજા દમયંતીની સાથે નગરની બહાર આવ્યું, પાછળ પાછળ આવતા મંત્રીઓને સમજાવી નાગરિકની સાથે નલરાજાએ પાછા વિદાય કર્યા, દમયંતીના મુખની પ્રસન્નતા જોઈ નગરની સ્ત્રીઓ પણ દમયંતીના સતીત્વની પ્રશંસા કરતી નગરમાં આવી, નગરમાં નલ દમયંતીના જવાથી શોકમય નિરવ શાંતિ હતી. જાણે કે નગરની લક્ષ્મીએ નગરમાંથી વિદાય લીધી, દમયંતીને છત્ર નીચે બેસવાથી જેટલી શાંતિ નહતી, તેનાથી અધિક શાંતિ તડકામાં તેની ઉપર નલરાજાએ રાખેલા ઉત્તરીય વસ્ત્રથી હતી, રાજા રસ્તામાં થાકેલી દમયંતીને વસ્ત્ર વડે પવન નાંખી શાંતિ આપતા હતા, કઈ કઈ વખત રસ્તામાં થાકથી ખિન્ન થયેલી દમયંતીના પગ દબાવી નલરાજા આગળ ચાલવાને માટે વિનંતિ કરતા હતા, કોઈ વખત તૃષાતુર દમયંતીને સરોવરમાંથી કમલપત્રમાં ઠંડુ પાણી લાવીને નલરાજા પીવડાવતા હતા, આ પ્રમાણે પરસ્પર આનંદને