________________
૧૪૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય સ્ત્રીઓને રીબાવીને મારનાર છે. એ પાપી કામદેવ આવી કમળમૂતિ હોઈ શકે જ નહીં. આ પ્રમાણે વિચારતી દમયંતીએ નલરાજાના ગળામાં વરમાળા નાખી, ભીમનિષધ બંને રાજવીએ સ્વજન પ્રીતિરૂપીગંગા, તથા શત્રુઓની અપ્રીતિરૂપ જમુનાના મિલનથી તે સભા સુરત, જ પ્રયાગરૂપ બની ગઈ. કેશલેશ્વર, કુંડિનેશ્વર બંનેએ પિતાના મને અનુસાર નવ-દમયંતીના લગ્ન કર્યા. - આજથી મારા પ્રાણ પણ આપના જ પ્રાણ છે. તે બતાવવા માટે નળ-દમયંતીએ પિતાના જમણા હાથ એકબીજાની ઉપર મૂક્યા, બંનેના “મન એક થયા, અગ્નિ પ્રદક્ષિણ વખતે હસ્તમેળાપમાં ભીમરાજાએ નલરાજાને હાથી-ઘડા–રત્ન વિગેરે ઘણું આપ્યું. કેશલાધિપતિ પુત્રવધૂ સહિત પુત્રને લઈ કોશલામાં આવવા નીકળ્યા, તેમની પાછળ ભીમ પણ ચાલે. - થોડે દૂર ગયા બાદ કેશલરાજાએ આગ્રહથી કુંડિનનરેશને પાછા વળવા માટે જણાવ્યું. તે વખતે ભીમરાજાએ દમયંતીને ઉપદેશ આપે કે વત્સ ! સંકટમાં પણ તું તારા પતિનું અનુકરણ કરજે, સ્ત્રીઓને માટે પતિ દેવતુલ્ય માનવામાં આવે છે, માથું નમાવીને દમયંતીએ પિતાના ઉપદેશને ગ્રહણ કર્યો, નલરાજાની સાથે રથ ઉપર બેઠી, દમયંતીના શરીર સ્પર્શના લેભથી નલરાજાએ સારથિને કહી, પથ્થરવાળી ભૂમિમાં રથ હાંકવા માટે સૂચના કરી, પરસ્પર પ્રેમમય વાત કરતાં કરતાં