________________
૧૪૬]
| [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય બધા રાજાઓની પાસે તેને મોકવવામાં આવ્યા છે અને સ્વયંવરમાં પધારવાની વિનંતી કરવામાં આવી છે. માટે આપશ્રી બંને કુમારની સાથે સ્વયંવરમાં પધારી ભીમભૂપાલને અવશ્ય આનંદિત કરશે, રાજાએ દૂતના આમંત્રણને સ્વિકાર કરી, વિદર્ભ જવા માટે સેનાને આજ્ઞા આપી, અને વિદર્ભ જવા માટે પ્રયાણ કર્યું. વિદર્ભરાજે ઉત્સાહથી તેનું સ્વાગત કર્યું. નિષધરાજે છ ખંડ પૃથ્વીના શોભારૂપ કુંડિનપુર નગરમાં પ્રવેશ કર્યો, નલરાજાની અપૂર્વ સુંદરતાને જોઈ વિદર્ભના લોકો બીજા રાજાઓને તુચ્છ માનવા લાગ્યા, ભીમરથ રાજાની આજ્ઞાથી નિષધરાજની સેનાએ નગરની નજીકમાં પડાવ નાખ્યો, ઉન્નત વેશ પરિધાન કરી, સ્વયંવર મંડપના મંચ ઉપર રાજાઓ આવીને બેઠા, કોશલાધિપતિ નિષધ રાજા પણ બંને કુમારોની સાથે માણિકયમય મંચ ઉપર આવીને બેઠા, મંચ પૂર્વાચલ ઉપર નલના બેસવાથી નક્ષત્રોની સમાન ક્ષત્રિઓની કાંતિ ઝાંખી દેખાવા લાગી.
વર્ય મણિમય અલંકારોથી શોભાયમાન માધવી સદશ, મૂર્તિમંત લક્ષમીસમાન, દમયંતીએ સ્વયંવર મંડપમાં પ્રવેશ કર્યો. હર્ષિત દાસીઓએ તેણીને જયનાદ કર્યો, સ્વયંવર મંડપ ગાજી ઊઠશે, રતિ, શચિ, લમી, પાર્વતી વિગેરેના રૂપને જીતવાવાળી દમયંતીને બ્રહ્માજીએ બનાવી અપયશ પ્રાપ્ત કર્યો છે, કારણ કે કામદેવ, ઇદ્ર, વિષ્ણુ, શિવ વિગેરેથી પણ અદ્ભુત સુંદર યુવાન દમ