SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય -દીપક પ્રકાશ આપે છે, પાંડેની સંપત્તિની સામે મારી સંપત્તિની કઈ કિંમત નથી, હું કૃષ્ણપક્ષના ચંદ્રમાની જેમ દરરોજ ચિંતાથી ક્ષીણ થતું જાઉં છું. મારા વિરોધી પાંડે સૂર્યની જેમ પિતાને પ્રતાપ વધારતા જાય છે. હું તે એક નિર્લજજ સમુદ્રની પ્રશંસા કરૂં છું; જે સમુદ્ર પિતાના દુશમન ગ્રિષ્મઋતુની સામે ઉન્નત થઈને ગજે છે, નાના રત્નોથી દેદીપ્યમાન યુધિષ્ઠિરની સભાને જોઈ ઇન્દ્ર પણ તેમની સ્પર્ધા કરે છે, જેગી જેવી રીતે બધા જ દેવોને છોડી દઈ, બ્રહ્મની ઉપાસના કરે છે, તેવી રીતે બધા રાજાઓ પણ યુધિષ્ઠિરની ઉપાસના કરે છે, રાજા યુધિષ્ઠિરના દર્શન માટે ઉત્સુક રહે છે. રાજાઓ તરફથી ભેટનાં સ્વરૂપમાં મળેલા હાથી, ઘોડા, રત્નથી યુધિષ્ઠિરના રાજમહેલના આંગણાની અધિકતર ભા વધી ગઈ છે, પિતાજી ! યુધિષ્ઠિરની સંપત્તિ જોઈને મારું હૃદય ફાટી જાય છે. દુર્યોધનની વાત સાંભળીને ક્રોધથી ધમધમતા ધરાન્ટે કહ્યું કે વત્સ! તને શા માટે આટલે બધે રેષ યુધિષ્ઠિર પ્રત્યે છે? સજજનેની લક્ષ્મી જેઈને બધા આનંદ પામે છે; જેમ સૂર્યના ઉદયથી કમલ વિકસિત બને છે, તેમ યુધિષ્ઠિરની લક્ષ્મીને તારી માની તું શા માટે આનંદ નથી માનતે? પિતાના આત્મજનના અભ્યદયથી પિતાને આનંદ થ જોઈએ, ચંદ્રના ઉદયથી સમુદ્રને આનંદ નથી થતો? વત્સ ! હર્ષના સમયમાં તને
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy