________________
સર્ગઃ છો]
[૧૩૯૯ બધા સમાચાર આપશે, આ પ્રમાણે કહીને દુર્યોધન. શાંત બનીને બેઠે શકુનીએ કહ્યું ધાર્તરાષ્ટ્ર! આ આપનું કહેવું બરાબર નથી, સજન તે સ્વજનના અભ્યદયમાં આનંદ માને છે. પાંડવોના રાજ્ય કરતાં આપનું રાજ્ય નાનું નથી, ભાગ્યથી યુધિષ્ઠિરની સંપત્તિ વધી ગઈ છે. આપે આનંદ માનવે જોઈએ પણ દુઃખ તે ન જ થવું જોઈએ. યુધિષ્ઠિરે બીજા રાજાઓને પિતાને વશ કર્યા છે તે આપના માટે હર્ષની વાત નથી ? તમને સહાયક કેઈ નથી તે વાત બેટી છે. કારણ કે આપના ભાઈ પણ પ્રબળ પરાક્રમી છે. દુઃશાસન તે યુદ્ધમાં ઈન્દ્રને પણ જીતી શકે તેમ છે. એટલું જ નહી પણ દુશમનના. હદયને ફાડી નાખનાર “કર્ણ આપના પ્રત્યેના ઉપકારથી. ખેંચાઈને પોતાના પ્રાણ આપવા તૈયાર છે. તમારા ભાઈઓની સાથે હું પણ આપને સાથ આવવા તૈયાર છું.. દુર્યોધને કહ્યું કે પાંડવોને જીતવાથી સંપૂર્ણ પૃથ્વી જીતાઈ ગઈ એમ માનું છું. સૌબલે ફરીથી કહ્યું કે આપની. માન્યતા બરાબર નથી કેમકે ઈન્દ્ર પણ યુદ્ધમાં પાંડવોને. જીતવામાં અસમર્થ છે.
યુધિષ્ઠિરની શૂરવીરતાથી વીરપુરૂષે પણ કાયસ બની જાય છે. તે પછી યુદ્ધમાં યુધિષ્ઠિરની પાસે આવી પણ કેણ શકે? ભીમનું નામ સાંભળી ગજાસુર જેવા હાથી પણ ભાગી જાય છે, શત્રુઓની છાતીને બાણ વડે ફાડી નાખનાર અર્જુનની સાથે લડવા માટે કેણુ તૈયાર