________________
૧૩૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય - શ્રી શાંતિનાથ ભગવાનના ધ્વજારે પણ દિવસે યુધિષ્ઠરે બધાં રાજાઓને મંદિરમાં એકત્ર કર્યા, બધા રાજાઓની સાથે મોટા ઉત્સવથી તીર્થજલ લાવવામાં આવ્યું. રક્ષામંત્ર વિગેરે સંસ્કાર ક્રિયાથી દેદિપ્યમાન રાજગોએ ઈન્દ્ર સંબંધી ક્રિયાઓ કરી, થોડા રાજાઓ કલાહટાને શાંત કરવા માટે બધી દિશાઓમાં દ્વારપાળ તરીકે ઉભા રહ્યા, થેડા રાજાઓ વેદિકાનું રક્ષણ કરવા સુતરની જાડી દેરી લઈને ઉભા હતા, છેડા રાજાઓ સુવર્ણ કળશમાં પાણી ભરવા લાગ્યા, થડા રાજાએ દિવ્ય ઔષધિઓ પાણીમાં મિશ્રિત કરવા લાગ્યા, છેડા રાજાએ ઉંચા સ્વરથી સ્નાત્રના સૂત્રે બેલવા લાગ્યા. ચોસઠ રાજાઓએ અઢાર વખત સુવર્ણમય ધ્વજદંડને અભિષેક કર્યો, ડાક રાજાઓએ કપુર અને અગરૂના ધૂપની યોજના કરી, થોડાક રાજાએ ચંદનના તિલક બધાને કરતા હતા, થોડાક રાજાએ સ્નાત્રમાં વચ્ચે વચ્ચે પુષ્પોની માળા ચઢાવતા હતા, થોડાક રાજાઓ નંદાવર્તનું રક્ષણ કરતા હતા, થોડાક રાજા દર્પણ, તે થોડાક રાજાઓ ચામર લઈને ઉભા હતા, થોડાક રાજાઓ દહીં, ઘીના પાત્રો લઈને ઉભા હતા, છેડા રાજાઓ દાડમ વિગેરે ફળોને લઈ ઉભા હતા, આ પ્રમાણુ જ્યારે જુદા જુદા રાજાઓ જુદી જુદી ક્રિયાઓમાં હતા ત્યારે શુભલો, ગ્રહ અનુકૂળ થયા ત્યારે રાજા યુધિષ્ઠિરે શ્રી શાંતિનાથ જિનમંદિરની ઉપર શ્રી બુદ્ધિસાગરા ચાર્યની સાન્નિધ્યમાં વિધિપૂર્વક ધ્વજારોપણ કર્યું. આ