________________
૧૧૬ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
ઉતર્યાં, તે વિમાનેામાંથી ઉતરીને ખેચાએ અર્જુન અને મણિચૂડને વારંવાર નમસ્કાર કર્યો, તે લેાકેાએ દિવ્ય ચૂથી તેના શરીરને માલીશ કરી, ગરમ સુગંધિત પાણીથી સ્નાન કરાવી, ચંદન વિગેરેને લેપ કરી, અનેને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા, માણેકના હાર, કુંડલ, બાજુબંધ, મુગટ, વલય વિગેરેથી વિભૂષિત કર્યા, વિદ્યાધરીએએ મયુરછત્ર તેની ઉપર મૂકયું, વિણા વેણુલય અનુસારી સંગીત કર્યું. વિદ્યાધરાએ તેમની સ્તુતિ કરી, ભેરીના સંકારથી, હાથી અને ઘેાડાની ગર્જનાઓથી, આકાશમાગે ચન્દ્રાનાને સાથે લઈ બંને જલ્દીથી વિજયા પત ઉપર આવ્યા, ત્યાંથી આગળ વધી દ્વૈતાઢય પર્વતના, શિખર ઉપર રત્નપુર નગરના દ્વાર પાસે આવ્યા, બેલવામાં કુશળ એવા દૂતને અર્જુને વિદ્યુતવેગની પાસે મેાકલ્યા, તે જઈ ને વિદ્યુતવેગને કહ્યુ કે પાંડવામાં મધ્યમ એવા અર્જુને આપને કહેવડાવ્યુ` છે કે તમેા તેમના મિત્ર ચંદ્રાવત’સના પુત્ર ‘મણિચૂડને તેની રાજ્યલક્ષ્મી સુપ્રત કરો, નહિતર મારૂં. બાણુ પ્રથમ આપના મસ્તકને અને પછીથી મિત્રની સપત્તિને પ્રાપ્ત કરશે. દૂતની વાત સાંભળી વિદ્યુતવેગે કહ્યું કે અરે ! જમીન ઉપર રહેવાવાળા અર્જુન નામના કીડા કાણુ છે ? હું તેા ઝાડને અર્જુન માનું છું. જો તે કદાચ આવેલ હાય તા તેને કાપવાને માટે મારી તલવાર તૈયાર છે. મણિચૂડને ખાળવાની ઈચ્છાવાળી મારી શૂરવીરતારૂપી અગ્નિમાં પ્રથમ કાષ્ટ હું. અર્જુનને જ મનાવીશ, હું ક્રૂત ! તું જઈ ને જલ્દીથી અર્જુનને કહેજે