________________
૧૦૪]
[પાંડવ ચરિત્ર મહાકાય પુત્રે તે વેયામાં આસક્ત બન્યા, એક હાથણીમાં આસા જેમ બંને હાથીઓ લડે છે, તેવી રીતે બંને ભાઈઓ લડવા લાગ્યા, રાજાએ બંનેને ખૂબ જ સમજાવ્યા, તમે બંને ભાઈઓ વેશ્યાના કારણે શા માટે લડે છે? જગતમાં વેશ્યા માટે કઈ લડયું નથી. આ તે કુલમાં કલંકરૂપ કાર્ય તો કરી રહ્યા છે, ખૂબ જ સમજાવ્યા છતાં તે બંને ભાઈઓ સમજ્યા નહી. ત્યારે રાજાએ ઝેર ખાઈને પ્રાણ ત્યાગ કર્યો, ત્યારબાદ બંને રાણીઓ પણ તે રીતે જ મરી, તે બંને ભાઈઓ પણ લડતાં લડતાં મરી ગયા, આ રીતે એક સ્ત્રીની ખાતર આખા કુટુંબને નાશ થયે, માટે અનિષ્ટની આશંકાથી હું આવ્યું , તમો લેકે સમય નક્કી કરે, જ્યારે દ્રૌપદી એકના ઘરમાં હોય ત્યારે બીજાએ જવું નહીં, ભૂલથી પણ કઈ જઈ પહોંચે તે જનારે બાર વર્ષ સુધી પ્રાયશ્ચિત તરીકે વનવાસમાં રહેવું, કૃષ્ણ પણ નારદજીની વાતનું અનુમોદન કર્યું. નારદજી આશીર્વાદ આપીને ગયા, કૃષ્ણ પણ પાંડવોની રજ લઈને દ્વારકા ગયા. ..
ચેાથો સગે સમાપ્ત :