________________
સર્ગ : ૪ ]
[૯૭ ચિત થયેલી પ્રોપદીએ કટાક્ષથી પાંચે પાંડવોને જોયા, મદ, ઉત્સુકતા, હર્ષમયતા, વિગેરે અનેક ભાવથી મનને આનંદ મનાવતી, દ્રૌપદીને મનથી પાંચે પાડાને માળો પહેરાવવાની ભાવના હતી, પણ લકેપવાદથી ડરીને દાસી દ્વારા કેવલ અર્જુનના ગળામાં વરમાળા પહેરાવી, પરંતુ દિવ્ય પ્રભાવથી પાંચે પાંડેના ગળામાં વરમાળા જોઇ, તે જ વખતે આકાશવાણી થઈ કે શાબાશ! શાબાશ! દ્રૌપદી ! તે જે કાંઈ કર્યું છે, તે બરાબર અને સારું જ કર્યું છે, તને ડરવાની જરૂર નથી. - કુતીના મનમાં ખુબ જ આનંદ થયે, અર્જુનની સફળતાથી પાંડુના મનમાં આશ્ચર્ય થયું. અર્જુન મનમાં જ આનંદ પામે, અને વિચારમાં પડે કે યુધિષ્ઠિરે. અને ભીમને લગ્ન થયા નથી, તો પછી હું પ્રથમ લગ્ન કેમ કરૂં? ' - પાંચ પાંડવોને એક કન્યા કેવી રીતે આપીશ! આપવાથી જગતમાં મારી અપકીતિ થશે, દ્રૌપદીએ પાંચેના ગળામાં વરમાળા પહેરાવી છે આવી આકાશવાણી કેમ થઈ! આ પ્રમાણે જ્યારે કુપદરાજા ચિંતા કરતા હતા, એટલામાં આકાશ માર્ગેથી ચારણ મુનિ સભામાં આવ્યા. દ્રુપદ કૃષ્ણ વિગેરે બધા રાજાઓએ તેમને નમસ્કાર કર્યો, મુનિને સનમર્ય સિંહાસન ઊપર બેસાડ્યા, બધા રાજાઓએ પંરાગ નમસ્કાર કર્યા.
(
9