________________
સર્ગ ૪], " .
[૯૩૩ જન્મ આપે છે. આ રાજ ઘણુ દૂરથી આવેલા છે. પણું ચિત્રામણમાં ચિન્નેલા માનવચિત્રની જેમ કયા કારણથી સ્થિર બની ગયા છે ?
દેવી ! દુશ્મનોના હૈયામાં કાંટાની જેમ ખૂંચતા આનન્દીપુરના રાજા “શલ્ય છે, તેમની તલવાર જોઈને શત્રુઓના કપાળમાંથી પરસેવો છૂટે છે, પરંતુ સ્તંભની ચમકતી જ્યોતિમાં તેમની આંખ એટલી બધી પ્રભાવિત થઈ ગઈ છે કે તેઓ ધનુષ્ય પણ જોઈ શકતા નથી? | દેવી ! જરાસંઘ પુત્ર સહદેવકુમાર છે. અગ્નિથી. પ્રદિપની જેમ, ઈન્દ્રથી જયંતની જેમ, આ મહાતેજસ્વી જરાસંઘથી ઉત્પન્ન થયેલ છે, પરંતુ ધનુષ્યની પાસે જઈને પણ ઉઠાવવા માટે કેમ કચવાટ કરે છે, તેની ખબર પડતી નથી ? : કૃશાંગિ ! જુઓને આ ચેદીશ્વર શિશુપાલ ઊઠે છે. બાણને વરસાદ વરસાવતા તેમણે રૂક્મણિહરણના સમયે કૃષ્ણનાં મનમાં પણ શંકા ઉત્પન્ન કરી હતી, પરંતુ ધનુષ્યને ઉપાડવામાં અશક્ત બનવાથી રાજાએ તેમની મશ્કરી કરી રહ્યા છે. | દેવી! જુઓ આ અંગદેશના રાજા કર્ણ આવી રહ્યા છે. ધનુર્વેદના પૂર્ણ જ્ઞાતા છે, યુદ્ધમાં ધનુષ્યમાંથી બાણ તો પછી છૂટે છે પણ શત્રુએ તેમને જોઈને જ મૃત્યુ શરણ થાય છે. તેમના યુદ્ધને દેવતાઓ પણ એકીટસે .