________________
૫
'સાધુ સન્મિત્ર' રાખ્યું છે. તેમાં સાધુ અને સાધ્વીના ઉપયોગની ઘણી જાણવાજોગની હકીકત છે, તેના ૨૧૦ પાના છે. તેમાં એક ગૌતમાષ્ટક, ૧૨ સ્તવનાદિકઢાળો, ૮૧ મનહરાદિક છંદો-છપ્પા, ૪૮૮ દુહા ગાથાદિક અને બાકીનું બધું એ ગદ્યમાં છે. સાતમા ભાગનું નામ 'શ્રાવક સન્મિત્ર' રાખ્યું છે, તેમાં શ્રાવક અને શ્રાવિકાને ઉપયોગી જાણવાજોગની હકીકત છે. તેના ૨૧૦ પાના છે, તેમાં એક વજ્રપંજર સ્તોત્ર, બે સજ્ઝાયપદ, બે સ્તવન, ૧૧૫ મનહરાદિક છંદ-છપ્પા, ૫૭૧ દુહા ગાથાદિક, એક પુન્ય પ્રકાશનું સ્તવન, ચાર શરણાં બાકીનું બધું એ ગદ્યમાં તેમ પ્રશ્નોત્તરમાં છે, આ દરેક ભાગમાં એક, બે, ત્રણ એમ અનુક્રમ ૧૦૮ આંકમાં વસ્તુઓની ગોઠવણ કરેલ છે, તેથી જોનારને દરેક ભાગની વસ્તુઓ જોવાને ઘણું અનુકુલ થઈ પડે તેમ છે અને આઠમા ભાગનું નામ ‘ઉપયોગી વસ્તુવર્ણન' રાખ્યું છે, તેના ૧૬૨ પાના છે. તેમાં ચાર ગતિના ૫૬૩ અને ૭૩૪ ભેદ અને તેના પાંચદ્વારોનો વિસ્તારે ખુલાસો કરેલ છે. તેમ આ પૃથ્વીતલમાં રહેલાં દ્વીપ, સમુદ્રો, નદીઓ, પર્વત, ફૂટ, દેવભુવન, વિમાનાદિ જ્યોતિષને લગતી ઘણી બાબતો, પલ્લીપતનફળ, સૂતક વિચારાદિક ઘણી ઉપયોગી બાબતોથી લખાયો છે, તેથી તે ઉભયને ઘણોજ ઉપયોગી છે. તેમાં એક મંગલ સ્તોત્ર, ૪૮ મનહરાદિક છંદ-છપ્પા અને ૨૧૬ દુહાગાથાદિક છે અને બાકીનો બધો ભાગ ગદ્યમાં છે. એટલે આ બીજા આખા પુસ્તકના ચાર ભાગમાં કુલ ૩૦ સ્તવનાદિક ઢાળો છે, ૩૧૮ મનહરાદિક છંદ-છપ્પા કુંડલીયા પાર્શ્વનાથનો ૧૦૮ નામનો છંદ, ૧૫૦૦ દુહા-ગાથાદિક, અને ૪ મંગલાચરણના અષ્ટક એટલું જ પદ્યમય છે અને બાકીનું બધું એ લખાણ ગદ્યમાં છે.
આ સિવાય આ પુસ્તકની શરૂઆતમાં ૧૦ ગાથાનું શ્રી શત્રુંજય સ્તોત્ર, ૩૦ ગાથાનું શ્રી અભયદેવસૂરિષ્કૃત શ્રીજયતિહુઅણ નામે શ્રી પાર્શ્વનાથસ્તોત્ર, ૨૫ ગાથાનું શ્રી કમલપ્રભસૂરિષ્કૃત શ્રી જિનપિંજરસ્તોત્ર, ૪ ગાથાનો ઘંટાકર્ણનો મંત્ર, અને ૧૦૨ ગાથાનું શ્રી ગૌતમસ્વામીકૃત શ્રી ઋષિમંડળ સ્તોત્ર, એમ પાંચ વસ્તુ દાખલ કરેલ છે. તેમાં શ્રી શત્રુંજયસ્તોત્ર સિવાય બાકીના ચારે અર્થ સહિત છે, તે પાંચેના