________________
વળી તે બિંબ એક વર્ણવાળું (', બે વર્ણવાળું (હિ), ત્રણ વર્ણવાળું (ગાથા) ચાર વર્ણવાળું (ઉપાધ્યાય), પાંચ વર્ણવાળું (સાધુ) મહાવર્ણ વાળું (૩૪), સપર એટલે ઉત્કૃષ્ટ સહિત અને પરાપર એટલે દેવરૂપ ગુરૂ છે. ૧૮. सकलं निष्कलं तुष्टं, निवृत्तं भ्रान्तिवर्जितम् । निरञ्जनं निराकांक्षं, निर्लेपं वीतसंशयम् ॥१९॥ | સકલ-જ્ઞાનકળા સહિત, નિષ્કલ-કળા રહિત, તુષ્ટ-પ્રસન્ન, નિવૃત્ત-સંપૂર્ણ કાર્યવાળું, બ્રાંતિ–મણ રહિત, નિરંજન-પાપ રહિત, નિરાકાંક્ષ-ઇચ્છા રહિત, નિલેપ–કમના લેપ રહિત અને વીતસંશય એટલે સંશય-શંકા રહિત છે. ૧૯. ईश्वरं ब्रह्म संबुद्धं, शुध्धं सिध्धं मतं गुरुम् । ज्योतीरूपं महादेवं, लोकालोकप्रकाशकम् ॥२०॥
તે બિંબ ઈશ્વરરૂપ, બ્રહ્મસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, શુધ્ધ, સિધ્ધ, સર્વને માન્ય, ગુરૂરૂપ, જ્યોતિરૂપ-તેજમય, મેટા દેવરૂપ અને
કાલેકને પ્રકાશ કરનાર છે. ૨૦ अर्हदाख्यस्नु वर्णान्तः, सरेफो बिन्दुमण्डितः । तुर्यस्वरसमायुक्तो, बहुधा नादमालितः ॥२१॥
અહંના નામવાળે હી છે. તે વર્ણન્ત એટલે છેલ્લે વર્ણ (હ), તે પણ રેફ સહિત (હ્યુ), બિંદુ સહિત (હું), ચોથા સ્વર વડે યુક્ત (દ્વ) અને પ્રાયે કરીને નાદ (-) વડે શોભિત હો છે. ૨૧ अस्मिन् बीजे स्थिताः सर्वे, ऋषभाद्या जिनेश्वराः। वर्णैर्निजैनिजैर्युक्ता, ध्यातव्यास्तत्र संगताः ॥२२॥