________________
(૧૯) ઘાટા મોટા દ્રવ્યની નિધિએના ગુણવાળે માણસ બીએની દ્રષ્ટિના ખુણાઓ (કટાક્ષ) જે તે મને હર-હર્ષકારક હોય તે તેનાથી ખુશી થાય છે અને જે તે કોપ યુકત હોય તે તેનાથી ખેદ પામે અને રસ્તુતિ વગેરે ઉપગથી માંડ માંડ તે સને ૨ષ ઉતરે છે. અહા ! મેહે કરેલી આ સંસારની વિષમ ઘટના કેવી છે? ૧૬
જે કુટુંબમાં પ્રેક્ષા–તત્વા વિચારણા રૂપી સ્ત્રી છે, વિનય રૂપી પુત્ર છે, ગુણરતિ પુત્રી છે, વિવેકરૂપી પિતા છે અને શુદ્ધ પરિણતિ રૂપી માતા છે આવું કુટુંબ જે શુદ્ધ આત્માને ફુટ રીતે ખુરી રહ્યું છે તેવું કુટુંબ આ સંસારમાં જોયું નથી તે છતાં પ્રાણી તે સંસારના કુટુંબના સંગમાં સુખની બુદ્ધિ રાખે છે એ ઘણી અફસની વાત છે ! ૧૭
પ્રથમ પ્રેમના આરંભમાં એટલે પ્રેમ કરવામાં દુઃખ છે, તે પછી તે પ્રેમને વિચ્છેદ ન થાય એટલે તેને જાળવી રાખવે તેમાં દુઃખ છે, તેમ છતાં જે તે પ્રેમનું પાત્ર નાશ પામી જાય તે તેમાં પણ દુઃખ છે-આ પ્રમાણે મનુષ્ય કઠિણ ચિત્તવાળે થઈ નીંભાડામાં ભરેલા કલશની જેમ ઘણા તાપવાળા એવા સંસારરૂપી નીંભાડાનાં દુઃખ સહન કરે છે, તે સંસારમાં કઈ પણ ઠેકાણે સુખ નથી. ૧૮
આ સંસાર મોહરૂપી રાજાની એક રણભૂમિ રૂપ છે, મૃગના જેવાં નેત્રવાળી સ્ત્રીઓના કટાક્ષ બાણેથી જેમાં ધર્મરૂપી કટક હણાય છે, રાગરૂપી ઘણા રૂધિરથી હદયના પ્રદેશ જેમાં લીપાય છે અને ફૂર એવા વ્યસન રૂપી સેંકડો ગીધ પક્ષીઓ જેમાં ઉંચે ભમ્યા કરે છે. ૧૯
આ સંસારમાં મેહના કોઈ ઉન્માદને પ્રાપ્ત થયેલા પ્રાણીઓ એવાં પરવશ બની જાય છે કે તેઓ ક્ષણમાં હસે છે, ક્ષણમાં કીડા કરે છે, ક્ષણમાં ઘણા ખેદ પામે છે, ક્ષણમાં રૂએ છે, ક્ષણમાં પકાર કરે છે, ક્ષણમાં વિવાદ કરે છે, ક્ષણમાં નાશી જાય છે, ક્ષણમાં હર્ષ પામે છે અને સણમાં નૃત્ય કરે છે. ૨૦
જેમ પંહિતમાં અપૂર્વ વિદ્યા, જેમ ખળ પુરૂષની મિત્રી,