________________
( ૬) નિષધ પણ કયો નથી, પરંતુ જે કાર્ય કરવું તે દંભ હિત કરવું એવી પરમેશ્વરની આજ્ઞા છે. ૨૦
જેમનું ચિત્ત અધ્યાત્મને વિષે આસક્ત છે, તેવા પુરૂએ શેડો પણ દંભ કરે નથી. સમુદ્રને તરનારા પુરૂષોના વહાણને એક છિદ્રને લેશ પણ યોગ્ય નથી. ૨૧
મહિનાથ વિગેરેને લેશ માત્ર પણ રાખેલે દંભ સ્ત્રી વેદના અનર્થનું કારણ થયું હતું, એથી તેને ત્યાગ કરવાને મહાત્મા પુરૂષે પ્રયત્ન કરવો જોઈએ. ૨૨
ભવ-સ્વરૂપ ચિંતા, એવી રીતે દંભ રહિત આચરણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી, સારી બુદ્ધિવાળા પુરૂષે સમાધિ પ્રાપ્ત કરી, પિતાના ચિત્તને વિષે ક્ષણવાર આ સંસારનું સ્વરૂપ ચિંતવવું. એ સંસા૨ના સ્વરૂપની ચિંતા અધ્યાત્મના પ્રદેશરૂપી સરોવરના તીરની લહરી છે, જે વૈરાગ્ય પ્રમુખરૂપ પ્રીતિકારી પવનથી પુષ્ટ થયેલી છે, તે સત્પરૂષને સુખને માટે થાય છે. ૧
આ સંસારરૂપ સમુદ્ર કે જેમાં એક તરફ કામરૂપી રાહ વડવાનળ સળગી રહ્યો છે, એક તરફ વિષયરૂપી પર્વતના શિખર ઉપરથી જુદા થયેલા પાષાણે પડી રહ્યા છે, અને એક તરફ વિકારરૂપી નદીના સંગમથી ક્રોધરૂપી ચકરીઓ થયા કરે છે, તેવા આ સંસારરૂપ સમુદ્રમાં કેને ભય ન થાય? ૨
રતિ-વિષયના સંતાપથી ચપળ એવી પ્રિય સ્ત્રીરૂપ વાલા જેમાંથી નીકળે છે, કમળ દળના જેવી શ્યામ કાંતિવાળા કટાક્ષ રૂપી ધૂમાડાના જથ્થા જેમાંથી પ્રગટ થાય છે અને ઘણા વિકારેને કરનારા વિષયે રૂપી અંગારા જયાં અંગોને બાળે છે એવા સંસારરૂપી અગ્નિમાં સુખ કયાં સુલભ છે? ૩ - જેમાં સ્વભાવે કૃપણ એવા પ્રાણરૂપ પશુઓને ગળામાં પુત્રન્સીના નેહરૂપ પાથ નાંખી વિષમ એવા વિષયરૂપ ધાતકી માણસો અતિ દુખી કરી પડે છે, તે સંસાર અહા! મોટા ભયને કરનારું કસાઈના સ્થાનરૂપ છે. ૪