________________
કરે છે તે અધ્યાત્મ શું કહેવાય?” શરૂ ઉત્તર આપે છે–“હે વત્સ ! અધ્યાત્મ શું કહેવાય તે હું શાસ્ત્ર પ્રમાણે તારી આગળ વર્ણન કરી બતાવું છું, તે તું સાંભળ.” ૧
જેમને મોહને અધિકાર નાશ પામે છે, એવા મુનિએને આત્માને અધિકાર કરી જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે તેને જિનેશ્વર અધ્યાત્મ કહે છે. ૨
જેમ સર્વ ચારિત્રની અંદર સામાયિક અનુગત છે તેમ સર્વ રોગોની અંદર અધ્યાત્મ અનુગત છે. ૩
અનબંધ-ચેથા ગુણઠાણાથી માંડીને ચાદમા ગુણઠાણ સુધી અનુક્રમે જે આત્માની શુદ્ધિ પ્રગટ થાય છે તે સર્વ અધ્યાત્મ ક્રિયા જાણવી. ૪
ભવાભિનંદી પુરૂષ આહાર ઉપધિને અર્થે, પૂલ પામવાની દ્વિના ગારવથી બંધાઈને જે ક્રિયા કરે છે, તે અધ્યાત્મ શણની વિરોધી છે. ૫
શુદ્ધ-હલકે, તેમાં પ્રીતિવાળ, દીન, મત્સરી, બીકણ, શઠ અને અજ્ઞાની એ ભવાભિનંદી જે ક્રિયા કરે છે, તે નિષ્ફળ થાય છે. ૬
શાંત, ઇંદ્રિઓનું દમન કરનાર, સદા ગુપ્ત એટલે ત્રણ મુસિવાળે, મોક્ષને અથી અને વિશ્વ ઉપર પ્રીતિવાળો પુરૂષ જે દંભ વગરની ક્રિયા કરે છે, તે ક્રિયા અધ્યાત્મ ગુણની વૃદ્ધિને માટે થાય છે. ૭
એથી પ્રશ્ન કરવાની જેને સંજ્ઞા ઉન્ન થયેલી છે, એ પુરૂષ પૂછવાની ઈચ્છાથી સાધુની પાસે જવાની ઈચ્છા કરે છે અને ક્રિયામાં રહીને ધર્મને પૂછે છે. ૮
તત્વને અંગીકાર કરી પ્રથમ સમ્યગદર્શનને પ્રાપ્ત થયેલ શ્રાવક તથા યતિ તે ત્રણ પ્રકારના (૧) ઊપશમ (૨) ક્ષપશમ, (૩) ક્ષાયક સમક્તિ તે અનંતાનુબંધને અંશ જેણે ખપાવ્યું છે, વળી દર્શનમોહનીયને ખપાવનાર, મોહનીયને ઊપશમાવનાર એવા ઉપશાંતમહી તથા ક્ષપકશ્રેણીને વિષે વત્તી જેણે મોહને ક્ષય કરેલ છે, તેવા સગી કેવળી તથા અગી કેવળી ભગવંત જાણવા. ૯-૧૦