________________
અધ્યાત્મ સાર સંગ્રહ, કર્તા ઉપાશ્રી જસવિજયજી મહારાજ
ઉ. શ્રી. જસવિજયજી મહારાજ પ્રથમે પંચ પરમેષ્ઠી લગવાનની સ્તુતિ કરી પછી આ અધ્યાત્મ વિષયને કહે છે.
શાસ્ત્રથી, બુદ્ધિમાન પુરૂષના સારા સંપ્રદાયથી અને મારા પિતાના અનુભવથી આ અધ્યાત્મ વિષયની કોઈ પણ પ્રક્રિયાને
જેમ ભેગી લેકને સ્ત્રીઓનું સગતમય ગીત પ્રીતિને માટે થાય છે, તેમ ભેગી લેકને અધ્યાત્મ રસથી કમળ એવું આ પદ્ય(કાવ્ય) પ્રીતિને માટે થાય છે. ૮
યુવાન પુરૂષને સ્ત્રીના અધરામૃતના સ્વાદથી જે સુખ ઉત્પન્ન થાય છે, તે સુખ અધ્યાત્મ શાસ્ત્રના સ્વાદના સુખસાગરની પાસે એક બિંદુરૂપ છે. ૯
અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતેષના સુખવડે શોભનારા પુરૂષો રાજાને, કુબેરને અને ઇંદ્રને પણ ગણતા નથી. ૧૦
જે પુરૂષ અધ્યાત્મ શાસ્ત્ર શીખ્યા વગર પંડિતપણાની ઇચ્છા રાખે છે, તે લંગડો પુરૂષ સ્વર્ગના વૃક્ષનું ફળ મેળવવાની ઈચ્છાથી આંગળીને ઉંચી કરે તેના સમાન છે. ૧૧
અધ્યાત્મ શાસ્ત્ર દંભરૂપી પર્વતને છેદવામાં વપ સમાન છે, મૈત્રી ભાવરૂપી સમુદ્રને વધારવામાં ચંદ્ર સમાન છે અને વધેલા મોહજાળ રૂપ વનને બાળવામાં અગ્નિ સમાન છે. ૧૨
અધ્યાત્મ શારૂપી સારા રાજ્યમાં મને માર્ગ સુસ્થ થાય છે, પાપ રૂપી ચેર નાશી જાય છે અને બીજો કોઈ ઉપલવ થતું નથી. ૧૩
જેમના હૃદયમાં અધ્યાત્મ શાસનું તત્વ પરિણામ પામેલું છે, તે પુરૂષને કષાય તથા વિષયોના આવેશને કલેશ કહિ પણ થતો નથી. ૧૪