________________
( ર૦૪). છે ન મરે, આથી શ્રેણિકે તેને પકડવા હુકમ કર્યો, તેને પકડાતાં તે અદ્રશ થયે, તે ભગવાનને પૂછતાં કહ્યું કે તે દેવ હતો તેણે તમને બંધ થવા આમ કર્યું છે, પછી છીંકને પ્રશ્ન કર્યો, પ્રભુ કહે હું મેક્ષમાં જવાનું છે તેથી મારે કહ્યું, તમે નર્કમાં જવાના છે તેથી જીવો કહ્યું, અભયકુમાર દેવ થવાના છે તેથી મારે કે
કહ્યું, અને કસાઈ અહીં દુઃખી છે ને મરીને પણ દુઃખ ભોગવવાને છે, તેથી તેને તેમ કહ્યું, શ્રેણિકે બચવા ઉપાય પૂછો પ્રભુ કહે કપિલાના હાથે મુનિને દાન અપા, કસાઈના રોજના ૫૦૦ પાડા મારવા બંધ કરાવે, અને પુણશ્રાવકનું એક સામાયિક ખરીદી લે તે બચે પણ તેમાંનું કાંઈ બન્યું નહિ. પ્રભુએ તેમને બહુ સમજાવી શાંત કર્યા. શ્રેણિકને ચેલણ રાણીથી કેણિક, હલ્લ, વિહલાદિ અને બીજી રાણીએથી મેઘકુમાર, નંદીએણ કાલકુમાર, જાલકુમારાદિ પુત્ર થયા. અભયકુમાર, મેઘકુમાર, નંદીશ્રેણે દીક્ષા લીધી. અભયકુમારની દીક્ષા પછી કેણિકે રાજ લેભથી શ્રેણિકને કેદમાં પુરી ગાદીએ બેઠા. તે રોજ શ્રેણિકને ચાબુકાદિ મારી બહુ દુઃખ આપતો, તેને ચેલણના સમજાવવાથી પસ્તાવો થયે, તેથી પિતાને પોતે પાંજરામાંથી તાકીદે કાઢવા ગયે, પણ શ્રેણિક પિતાને મારવાની બીકથી પાસે રાખેલું કાતીલ વિષ ખાઈ મરણ પામ્યા કેણિકને ઘણે પશ્ચાતાપ થયે, આ શેકથી તેણે આ નગર છોડી ગંગા કિનારે પાટલીપુત્ર નગર (પટણા) વસાવ્યું. ઈતિ.
સંપ્રતિ રાજાને સમય. શ્રી સ્વાલિભદ્રસ્વામીના વખતમાં–ચંદ્રગુપ્તનું રાજ્ય હતું, તેમને બિંદુસાર નામનો રાજા થયે, તેમને અશક નામે રાજા થયે, તેમને કુણાલ નામે અંધકરાજાને ત્યાં સંપ્રતિનો જન્મ થયે, તે મહાવીર પ્રભુ પછી ૩૦૦ વર્ષે ઊજયની નગરીમાં રાજા થયા અને તે જેની હતા, તેમને ૯૦૦૦ હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા અને ર૬૦૦૦ હજાર નવા જિન મંદિર બંધાવ્યાં, અને સેના, ચાંદી, પીતળ, પાષાણ પ્રમુખની સવાક્રોડ જિન પ્રતિમા ભરાવી, તેમના વખતના મંદિર તથા પ્રતિમાઓ હાલ પણ ઘણું મોજુદ છે, તેમને ૭૦૦ દાનશાળાઓ, અને ૧૦૦૦ ઉપાશ્રયે કરાવ્યા