________________
(૧૯૮) સાધુ સાધ્વીની નિર્વાણ વિધિ.
જ્યારે સાધુ કે સાધ્વી કાળ કરે ત્યારે-કાળ કર્યા પહેલાંથી જ એ, સંથાર વિગેરે ઉપધી હોય તે વેગળાં લઈ લેવાં કદાપિ જીવ જતાં સુધી રહ્યા હોય તે, શ્રાવકે તેને ઉના પાણીમાં પલાળે, જે પલાળવા જોગ પાણી ન હોય તે, ગાયનું ઝરણું છોટે તે પણ ચાલે, જે કદિ રાત્રે કાળ કર્યો હોય ને બીજા સાધુઓને પ્રતિક્રમણની ક્રિયા કરવી હોય તે, સ્થાપનાજી લઈ બીજા સ્થાને જઈ કરે અને કાળ કરેલના કે બીજાના સ્થાપનાજી હોય તે મૃતક સ્થાને રાખવા નહિ. જ્યારે જીવ જાય ત્યારે સાધુ હોય તે મૃતકને વિસરાવે એટલે, તરત શ્રાવકે અડેલા હોય તે ટચલી આંગળીએ સોય કે ટાંચણીથી જરા છેદ કરે, ગુરૂ આદિક મોટા પુરૂષ પદવીવાળા હોય તેમના શરીરને શ્રાવકો અડેલા હોય તે પલોઠી વળાવે, ને બીજા સામાન્ય સાધુ હોય અને જેના માથે ગુરૂ:આદિક વડિલ બેઠા હોય છે, તેમને પલાઠી વળાવવાની જરૂર નહિ, કારણકે તેમને માંડવીમાં બેસારવાના નથી? તેમને તે પાલખી (નનામી) જેવી કરી હોય તેમાં પધરાવે, માંડવી કરવાની હોય તો તાસતા પ્રમુખ લુગડે મઢાવેલી કરવી, માંડવી કરતાં વાર લાગે ત્યાં સુધી કાળ કરેલ સાધુને, એક થંભની સાથે લુગડાથી મજબુત કરી બેસાડે, રાત્રે કાળ કર્યો હોય તે ત્યાં શિષ્યાદિ બાળ સાધુને પાસે રાખવા નહિ, ગીતાર્થ—અભીરુ હોય તે જાગે અને કાયકીનું માત્રક પાસે રાખે (માત્રા સહિત કુડી) જે કદાપિ મૃતક ઉઠે તે ડાબા હાથમાં માત્રુ લઈ ને બુઝ બુઝ ગુગા એમ કહી મૃતકને માત્રુ છાંટે, મૃતકના મસ્તક સ્થાને જમીન ઉપર તથા જેટલે ઠેકાણે મૃતકને ફેરવવાની જરૂર પડે અને ફેરવે, તેમ જ્યાં જ્યાં રાખે, બેસારે તે દરેક ઠેકાણે પ્રથમથી મંગાવી રાખેલા લોઢાના ખીલા જમીનમાં ઠોક્યા, પછી મોટી કથરોટ લઈ તેમાં શ્રાવકે મૃતકને બેસાડે ને નાપિતને બોલાવી તેના મસ્તક તથા દાઢી મૂછના બાલ ઉતરાવે, પછી સચિત પાણીથી નવરાવે પછી મુકેમળ કપડાથી