________________
( ૯ ) ઉત્તર–કુથ ને હાથી વિગેરે જેના અસંખ્યાતા પ્રદેશ છે, અને તે જેવડું શરીર હોય તેવડામાં વ્યાપી રહે તેવા સવભાવે છે, જેમ એક દીવે છે તેને મોટા ઓરડા, કે કુંડામાં ઢાંકીએ તો તે તેટલામાં જ પ્રકાશ આપે છે, તેમ જીવ પણ જેવું શરીર હોય તેવા શરીરમાં વ્યાપી રહે.
પ્રશ્ન ૧૦-આપના કહેવાથી શરીર ને જીવ જુદા છે એમ મેં જાયું, પણ પરંપરાથી ચાલતા આવેલા ધર્મને મારે શી રીતે ત્યાગ કરે ?
ઉત્તર–હે રાજા ! પરંપરાગત ધર્મને જ ઝાલી રાખવાથી, લેહના ભારને વહન કરનારની જેમ તમારે પસ્તાવો કરવા વખત આવશે. તે આ પ્રમાણે -ધન મેળવવાના અથી કેટલાક પુરૂષે ધન મેળવવા ચાલ્યા અને એક મોટી અટવીમાં ગયા. ત્યાં ભૂમિ ખોદતાં ઘણું લેતું નીકળ્યું. તેની ગાંસડીઓ બાંધી આગળ ચાલ્યા. થોડે ગયા ત્યારે સીસાની ખાણ જોઈ તેથી લે હું નાંખી દઈ સીસું લીધું પણ એક આગ્રહી પુરૂષે તેમ કર્યું નહી. એ પ્રમાણે આગળ ચાલતાં તાંબુ, રૂપું, સેનું, રત્ન વિગેરેની ખાણે જોઈ બધાઓએ લીધેલ નિસાર વસ્તુનો ત્યાગ કરી નવા નવા સારા પદાર્થો યાવત રત્નો લીધા, પણ પેલા આગ્રહીએ તે લીધેલ લોઢું પકડી રાખ્યું, પછી તે સવે ઘરે આવ્યા ને મોટા ધાનક થયા. તેમને જોઈ લોઢું ગ્રહણ કરનારે ઘણે પશ્ચાત્તાપ કર્યો ને પોતાની મૂર્ખાઈ માટે ઘણે ખેદ થયા. તેમ તમને પણ નિઃસાર ધર્મને પકડી રાખવાથી તે ઉત્તમ ધર્મને ત્યાગ કરવાથી પ્રશ્ચાત્તાપ થશે.
આ પ્રમાણે દશે પ્રશ્નોત્તરની વ્યાખ્યા કરી. તેને વધુ ખુલાસો રાયપાસેણીમાં વિસ્તારથી આપેલ છે. તેમાં તે કુલ ૧૧ પ્રશ્નોત્તર છે, તેમાં છઠો પ્રશ્ન એ છે કે કોઈ બળવાન યુવાન લેઢા વિગેરે ઘણા ભારને ઉપાડે છે, તે જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે પાંચ શેર જેટલે પણ ભાર ઉપાડી શકતો નથી. જે શરીરથી જીવ જુદો હોય તે ભલે શરીર જીર્ણ થાય, પણ જીવ જીણું થતું નથી તેથી ભાર કેમ ન ઉપાડી શકે? તેના ઉત્તરમાં કેશી ગણધરે કહ્યું કે, તેજ બળવાન પુરૂષ અતિ ઇર્ણ કપડામાં મોટા લેઢા વિગેરેને ભાર મૂકી વહન ન કરી શકે, તેમ તે જીર્ણ શરીરથી ભાર વહન કરી શક્તા નથી.