________________
( ૧૪ )
મેટા—અહી ચાદ દેરાસર છે, પુસ્તકોના ભંડાર પણ છે, ઊપાશ્રય ધર્મશાળા વિગેરે છે, પણ શ્રાવકની વસ્તી ફક્ત ૭૦-૮૦ ઘરની જ છે.
નાગાર્—અહી ઢાડીવાળાના, દફ્તરીચેાના, અને ઘેાડાવતાના મહાલ્લામાં પાંચ મંદિશ છે, જૈન પુસ્તક લખનાર લહીયા ઘણા રહે છે.
ચીતાડગઢ—અહી જુના બજાર પાસે એ મદિરા છે, અને ગઢ ઉપર રત્નેશ્વર તળાવ પાસે એક મંદિર ને ધર્મશાળા છે, જુના ક્રીતિસ્થ ંભ પાસે તથા રસ્તામાં બે મંદિર છે, પણ મૂર્તિવિના જીર્ણોવસ્થામાં ખાલી પડ્યાં છે, છતાં તેની કારીગિરી ઘણીજ ઉમદા છે, અહીં સુકાશલ મુનિની ગુફા છે, તેમને વાઘળું અહીં મારી ખાઈ ગઈ તે તેમની પૂર્વ ભવની માતા હતી, તેમના ગુરૂ શ્રી કીર્તિઘર તે તેમના સ`સારી પિતાના ઉપદેશથી વાઘણુને જાતિસ્મરણ માન થયું, તેને જીવહિંસ ત્યાગી મુક્તિ મેળવી.
કરેડા— ચીતાડગઢથી પશ્ચિમમાં ૨૯ માઇલ પર આવેલુ છે. આ મંદિર સ. ૬ માં બધાવેલુ કહેવાય છે, ફરતી માવન દેરી છે. પણ ખાલી છે, મૂળ ગભારામાં ૧ કરેડા પાર્શ્વનાથજીની અને એક ત્રીજી એમ બે પ્રતિમાજી છે, દેરાસરજીના જીર્ણોĪદ્વાર પાટણના શેઠ લલ્લુભાઇ જેચંદની મહેનતથી થયા છે.
ઊદેપુર—અહી વચલા મજાર, કાટવાળી પાસે, શેઠજીની વાડીમાં, હાથીપેાળ દરવાજે, અને ગામ બહાર ચાગાન વિગેરેમાં મળી ૩૫-૪૦ દેરાસર છે, શ્રાવકના ઘર આશરે ૪૦૦ છે.
આધાપુર—ઉદેપુરથી દોઢ કેશ થાય છે, અહીં ઋષભદેવ, શાંતિનાથ, પાર્શ્વનાથ, અને સુપાર્શ્વનાથના મળી ચાર મંદિર છે, વિક્રમ સ’. ૧૨૮૫ માં અહી જગચંદ્રસૂરિને તપામિદ મળ્યુ હતુ.
કેસરીયાજી—આ શ્યામ મુર્તિ આદિશ્વર ભગવાનની છે, ઘણા વખતની જુની છે, લગભગ ૧૦૦૦ વર્ષ પર ગામની બહાર નીકળી હતી, તે રાવણના ભૂજદંડમાં રહેતી હતી, તે વિગેરે ઘણી હકીકત કેસરીયાજી તાંતમાં જણાવેલ છે, કેસરીયાનું મંદિર