________________
( ૮૮ ) તેની વિધિને વધુ ખુલાસે. શરૂઆત–આ તપ આસે અથવા ચિતર માસની શુદ ૭ થી શરૂ કરી શુદ ૧૫ સુધી નવ આંબિલ કરાય છે, તે એક ઓળી કહેવાય, તેવી નવ ઓળી એકાશી આંબિલે કરી તે તપ સાડાચાર વરસે પૂરે થાય છે.
વધુ વર્તન-હમેશાં અષ્ટ પ્રકારી પૂજા કરવી, શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું, અને સંથારામાં સુઈ રહેવું વિગેરે.
છેવટના-નવમા દિવસે નવ પદનું માંડલું કરી નવપદની પૂજા બહુ ઠાઠમાઠથી ભણાવવી.
પારણુના–દિવસે નવ લેગસને કાઉસગ્ગ, ૩૪ હો સાથે નવપદની નવ નવકારવાળી, એક ૩૪ હો શ્રી સિદ્ધ ચકાય નમ:ની, એક ૩૪ હ શ્રી વિમલેશ્વર યક્ષાયનમની, એક ૩૪ હીં શ્રી ચકેશ્વરી દેવ્યે નમની, એમ બાર નવકારવાળી ગણવી કમમાં કમ તે દિવસે બેસણું કરવું.
વધુ ખુલાસો નવપદ આંબિલની વિધિની ચેપીમાં જુ.
નવપદ આરાધન કરનારને દરેક પદે બોલવાની ગાથા. શ્રીપાળના રાસની બારમી ઢાળમાંથી.
અનુકમ પદો. અરિહંત-અરિહંત પદ ધ્યાને થક, દિવ્યહ ગુણ પજજાય રે;
ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. ૧ વીર જીનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે;
આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. વીર સિદ્ધ રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણનાણી રે,
તે ધ્યાતા નિજ આતમા, હાય સિદ્ધ ગુણ ખાણું રે.વી૩ આચાર્ય-ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે;
પંચ પ્રસ્થાને આતમા, આચારજહાય પ્રાણ રે. વી૪