________________
( ૪ ) નવ સ્મરણ
મનહર છંદ. પહેલે પઢે નવકાર, ચૌદ પૂરવનું સાર,
ઉવસગ હરપછી, સંતિકર આવે છે, તિજ્ય પહુત વર, નમિઉણ ભયહર,
અજિત શાંતિને સ્મર, સુખરૂપ થાવે છે; ભક્તામર ભયવારે, કલ્યાણ મંદિર સારે,
બૃહત શાંતિ સંભારે, દુઃખને દબાવે છે; નવ સ્મરણને નીત્ય, ગણે અહિ એક ચિત્ત,
મહામંત્રથી લલિત, પરંપદ પાવે છે. ૧ નવકારથી લાભ-નવપદ છે નવકારમાં, પદે પચ્ચાસ પલાય;
પુરા નવકારે પાંચ, સાગર પાપ છેદાય. ચૌદ પૂરવનું સાર શુભ, મહા મંત્ર નવકાર
સેવે ભવિયણ સાદરે, ભાગે ભવને ભાર. શ્રી સિદ્ધાચળજીની નવ ટુકતે આદીશ્વર ભગવાનની ટુંક સાથે જ ગણાય છે.
મનહર છંદ. પહેલી કે ચૌમુખજી સદા સોમચંદની તે,
બીજી છીપાવશી ત્રીજી શાકરશાની તે છે; ઉજમબાઈની ચેથી નંદીશ્વર રચનાનો,
હેમાભાઈની તે પછી ટુંક પાંચમી તે છે;
૧ પ્રથમ ચૌમુખજીની ટુંકને ખડતરવશી પણ કહે છે. આ ટુંકમાં પેસતાં
જમણી તરફ જે નરસી કેશવજીની ટુંક લખી છે તે ગણાતી નથી. ૨ શાકરચંદ પ્રેમચંદની ટુંક છે તે શેઠ મગનભાઈ કરમચંદના પૂર્વ
પુરૂષોનાં નામની છે.