________________
સાત ભુવનમાં જિનચૈત્ય અને બિમ. ૧ વિદ્યુતકુમારે-૨ અગ્નિકુમાર-૩ કીપકમારે-૪ ઉદધિમારે ૫ દિશિકુમારે-૬ વાયુસુમારે–૭ સ્વનિતકુમારે તે દરેકના ભુવને નને વિષે ૭૬ લાખ ૭૬ લાખ જેન ચિત્ય છે. અને તે દરેક ચેત્યે ૧૮૦ જિનબિંબ છે. વાસુદેવના રત્નો -વાસુદેવનાં વર્ણવ્યાં, રત્ન રૂડાં સાત
સઠ આંકથી તેહની, વિગતે જાણે વાત.
આઠ વસ્તુ વર્ણન.
સિદ્ધના આઠ ગુણ, જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય, અવ્યાબાધ સુખસાય,
અક્ષયસ્થિતિ અપીપણું, અગુરુલઘુ અડ હેય. ૧ અનંતજ્ઞાન જ્ઞાનાવરણીયકમને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત
થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણે છે. ૨ અનંતદશન-દર્શનાવરણીયકર્મને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત
થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે દેખે છે. ૩ અનંતચારિત્ર–મેહનીયકને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત
થાય છે. આમાં ક્ષાયક સમ્યફત્વ અને યથાખ્યાત ચારિત્રને સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વસ્વભાવમાં સદા
અવસ્થિત રહે છે તે જ ત્યાં ચારિત્ર છે. ૪ અનંતવીર્ય અંતરાયકને ક્ષય થવાથી અનંત દાન, લાભ,
ભેગ, ઉપભોગ ને વીર્ય-શકિત પ્રાપ્ત થાય છે, તેથી સમસ્ત લકને આલેક અને અલકને લેક કરી શકે તેવી શકિત સ્વાભાવિક સિદ્ધમાં રહેલ છે, છતાં તેવી શકિત કદિ ફેરવતા નથી અને ફેરવશે પણ નહિ, કેમકે પુગળ સાથેની પ્રવૃત્તિ એ તેમને ધર્મ નથી. એ ગુણથી પિતાના આત્મિક ગુણેને છે તેવા ને તેવા રૂપે ધારી રાખે. ફેરફાર થવા દે નહિ.