________________
થએલા ઉપસર્ગોનું ખ્યાન કરી, કામદેવની માફક વૃત્ત નિયમમાં દૃઢ રહીને, દેવતા, મનુષ્ય, તિર્યંચના ઉપસર્ગોને સમભાવે સહન કરવાની પ્રભુએ પરિષદને દેશના દીધી. કામદેવ પ્રભુને વાંદી, પૌષધ પારીને ઘેર ગયા. ત્યારબાદ શ્રાવકની ૧૧ પ્રતિમા ગ્રહણ કરીને, અને અંતિમ અવસરે સંથારો કરીને કામદેવ શ્રાવક કાળધર્મ પામી પહેલા સુધર્મ દેવલોકમાં ગયા, અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી મેક્ષમાં જશે.
પ૯ કાતિક શેઠ
મુનિસુવ્રત ભગવાનના વખતમાં મહા શ્રદ્ધાવંત એવા કાર્તિક નામના શેઠ હતા. તે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રિરત્નને અનુસરનાર હતા. તેમને ત્યાં અથાગ સમૃદ્ધિ સાથે ૧૦૦૮ ગુમાસ્તાઓ હતા. કાર્તિક શેઠે મુનિસુવ્રત ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા હતા. એક વખત અન્ય દર્શની એવા રાજાના ગુરૂ તે નગરમાં પધાર્યા. સઘળા લોકો તેમના દર્શને ગયા. પરંતુ કાર્તિક શેઠ ગયા નહિ. એવામાં કોઈ ને શેઠના વૈરીએ ગુસ્ના કાન ભંભેર્યું કે ભલે આખું નગર તમારાં દર્શને આવે, પરંતુ કાર્તિક શેઠ તે આવે જ નહિ. આથી ગુરુ આવેશમાં આવી ગયા અને બોલ્યા, કે જ્યારે હું તે શેઠને નમાવું ત્યારે જ ખરે! આ વિચાર કરી એક દિવસે તે રાજગુરુએ એવી શરતે રાજાને ત્યાં જમવાનું આમંત્રણ સ્વીકાર્યું કે કાર્તિક શેઠના વાંસા પર થાળ મૂકીને જમાડવામાં આવે. રાજાએ આ શરત પણ સ્વીકારી. બીજે દિવસે કાર્તિક શેઠને રાજાએ પોતાને ત્યાં બોલાવ્યા અને વાત વિદિત કરી. કાર્તિક શેઠને રાજાના હુકમને તાબે થવું પડ્યું. તે રાજગુના ખોળામાં માથું મૂકીને નીચા નમ્યા, એટલે તેમના વાંસા પર તાપસે થાળ મૂકી ભજન કર્યું. ગરમ ભજનના પ્રભાવે શેઠ કંઈક દાઝયા પણ ખરા. ત્યાર પછી પિતાને વિચાર થયો, કે સંસારમાં રહેવાથી રાજાના આવા હુકમને તાબે