________________
૪૯
૫. અંજના - પૂર્વે મહેન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં મહેન્દ્ર નામે રાજા રાજ્ય કરતો. તેને સે પુત્ર અને ૧ પુત્રી હતી, તેનું નામ અંજના. તે રૂ૫ ગુણમાં સર્વોત્તમ હતી. યૌવનાવસ્થા પામતાં, રાજાને તેણુના લગ્ન માટે ચિંતા થઈ. એકવાર કચેરીમાં તે પ્રસંગે ઉપસ્થિત થતાં પ્રધાને કહ્યુંઃ મહારાજા, અંજના કુમારીને માટે પતિની શોધ કરાવતાં બે જ ઉત્તમ કુમારે જોવામાં આવ્યા છે. તેમાંના એક તો હિરણ્યાભ રાજાના પુત્ર વિદ્યુપ્રભ અને બીજા પ્રહાદ રાજાના પુત્ર પવનજય. પરંતુ વિદ્યુપ્રભ સંબંધી સંભળાય છે કે તે ૧૮ વર્ષની ઉમરે તપ કરવા જંગલમાં ચાલ્યા જશે અને ૨૬ મા વર્ષે મેક્ષ જશે, જ્યારે પવનજય દીર્ધાયુષી છે. આ સાંભળી રાજાએ દીર્ધાયુષી પવનજયને પિતાની કન્યા આપવાનો નિરધાર કર્યો. એજ અરસામાં પવનજયના પિતા રત્નપુરીથી ફરતા ફરતા મહેન્દ્રપુરમાં આવી ચડવાથી મહેન્દ્ર રાજાએ તેનો સત્કાર કરી અંજનાના વિવાહની વાત કરી. પ્રહાદ રાજાએ આ કહેણ સ્વીકાર્યું અને લગ્નનો દિવસ નક્કી કરી ત્યાંથી વિદાય થયા.
નિશ્ચિત સમયે પ્ર©ાદ રાજા ચતુરંગી સેના સાથે પવનજયને પરણાવવા વાજતે ગાજતે મહેન્દ્રપુરમાં આવ્યા અને શહેર બહાર સરવર પર તંબુ નાખીને મુકામ કર્યો.
લગ્નને ત્રણ દિવસની વાર હતી. એક રાત્રે સુતા સુતા પવનજયને પિતાની ભાવિ પત્નીને જોવાનો વિચાર થયો. આ વાત તેણે પિતાના મિત્ર પ્રહસિતને કરી. બંને જણા તેજ વખતે છાવણીમાંથી ગુપચુપ નીકળી અંજનાના મહેલે આવ્યા, તે વખતે સખીઓથી પરિવર્તેલી અંજના સખીઓ સાથે વાર્તાવિનોદ કરી રહી હતી. ભાવિ પતિએની વાત નીકળતા એક સખીએ અંજનાને પવનજય જેવા પતિ મળ્યા બદલ પ્રશંસા કરીને, વિદ્યુ—ભની કેમ પસંદગી ન થઈ, તેનું વર્ણન કર્યું. આ સાંભળી ધર્મનિષ્ઠ અંજનાએ વિદ્યુ