SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ર રસોઈને કામમાં તેણે પોતાના હાથ નીચે માછલીને પકડવાવાળા, હરણને મારવાવાળા વગેરે હિંસાનું કામ કરનારા માણસો રાખ્યા હતા. જેમાં અનેક પશુ પક્ષીઓ લાવી આપતાં. સીરીયા મરઘાં, મોર, તેતર, વગેરે પંખીઓને પાંજરામાં પૂરી રાખતો, તથા જીવતાં પંખીએની પાંખ ઉખાડીને વેચતે, એટલું જ નહિ પણ ગાય, ભેંસ, ડુક્કર, બકરાં વગેરે પશુઓનાં માંસના ટુકડા કરી, તેને તેલમાં તળી રસોઈ બનાવતે, તે પિતે ખાત અને રાજાને પણ ખવડાવતે. આવી રીતે ઘણું વર્ષો સુધી હિંસાકારી કૃત્ય કરીને તે મરણ પામે અને મરીને તે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી નીકળીને તે સારીપુર નગરમાં સમુદ્રદત્ત નામના મચ્છીભારને ત્યાં તેની સમુદ્રદત્તા નામની સ્ત્રીને પેટે જન્મ્યો. તેનું નામ સોરિયદત્ત પાડ્યું. યુવાવસ્થા પામ્યા, ત્યારે તેના માબાપ ગુજરી ગયાં, તેથી તે મચ્છીમારોમાં અગ્રેસર તરીકે રહેવા લાગ્યું. તેણે ઘણુ માણસ નોકર તરીકે રાખ્યા. જેઓ પાસે માછલીઓ પકડવાનું કામ કરાવતો. પછી તે સરિયદત્ત પકડાયેલાં માછલાંઓને તાપમાં સુકવતા અને તેઓને પકવીને બજારમાં વેચવા લઈ જતા. એકવાર સેરિયદત્ત માછલીને સેકીને ખાતું હતું, તેવામાં તે ભાછલીને કાંટો તેના ગળામાં ભરાઈ ગયે. તેનાથી તેને તીવ્ર વેદના થઈ ગળામાં કંઈ પણ પદાર્થ જઈ શકે નહિ, જેથી તે ભૂખ અને તૃષાથી પીડાવા લાગ્યો. ખોરાક ન લઈ શકવાથી તે દિન પ્રતિદિન સુકાવા લાગ્યો. તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. તેથી તેણે ઘણું વૈદેને ઉપચાર અર્થે લાવ્યા. વૈદેએ ખૂબ ઉલટીઓ કરાવી તથા બીજા ઘણા ઉપચારો કર્યા. પણ તે કાંટો ગળામાંથી કાઢવા કઈ સમર્થ થયું નહિ. પરિણામે તે મચ્છીમાર મરણ પામે અને પહેલી નરકમાં
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy